Category Archives: Pustak

ઊલટીમાં લોહી પડે તો –

લોહીની ઊલટી થાય છે? મૂંઝાશો નહિ !

 

લોહીની ઊલટી અટકાવવા…

અરડૂસી સર્વોત્તમ ઔષધ છે.

ઉનાળાના તાપમાં તાપવાથી; રાઇ, મરચાં, લસણ જેવાં ખૂબ ગરમ ખોરાક ખાવાથી; ક્રોધ કરવાથી; ક્ષય, રક્તપિત્ત કે ઉરઃક્ષત-છાતીમાં ચાંદું પડવાથી લોહીની ઊલટી થાય છે. આ રોગ મોટે ભાગે ગ્રીષ્મ અને શરદના તાપમાં જોવા મળે  છે.

લોહીની ઊલટી થાય ત્યારે દરદી અને એનાં સગાંવહાલાંને ગભરામણનો પાર રહેતો નથી. કેટલીકવાર તો ભલભલા ચિકિત્સકો પણ મૂંઝાઇ જતા હોય છે.

આવી અવસ્થામાં આયુર્વેદે ઘણાં ઔષધો દર્શાવ્યાં છે, પણ તેમાં સૌથી મહત્વનું અને ઝડપી –અસરકારક ઔષધ તો અરડૂસી છે. અરડૂસીને તો શહેર-ગામડામાં સૌ કોઇ ઓળખે છે. ઘરનાં આંગણે, બંગલાનાં કમ્પાઉન્ડમાં, શાળાનાં કમ્પાઉન્ડમાં કે ગામની ભાગોળે, વાડ કે વાડીમાં પુષ્કળ ઉગાડવામાં આવે છે. તેના તાજાં સારાં ૧૫-૨૦ પાનનો રસ કાઢી, સાચું મધ હોય તો ચમચી મેળવી, આપતાં રહેવાથી આશ્ચર્યજનક પરિણામ આવ્યા વિના રહેતું નથી. જ્યાં તાજી અરડૂસીનો રસ ન હોય ત્યાં તેનાં પાનનો પાઉડર, ઉકાળો કે ટીકડી પણ વાપરી શકાય. ફાર્મસીઓમાં તૈયાર મળતું ‘વાસા શરબત’ પણ આમાં ઉપયોગી ખરું જ. લોહીની ઊલટી સાથે ઉરઃક્ષતના કારણે છાતીમાં સખત દુઃખતું હોય તો સાથે આંબલિયા જેટલું સાચી લાખનું ચૂર્ણ આપવાથી વધુ સારું પરિણામ આવે છે. જે લોકો દવાખાનાં, હોસ્પિટલો અને ઔષધપેટી દ્વારા સારવાર આપવા માગતા હોય તેમણે શોણિતર્ગલ રસ, જેઠીમધ, શતાવરી, આમળાં કે છર્દિરિપુ ચૂર્ણ અથવા છર્દિરિપુ(કપૂરકાચલી) ટીકડીમાંથી કોઇ પણ ઔષધ મધમાં કે અરડૂસીના અનુપાનથી આપી શકે.

લોહીની ઊલટીમાં નીચેના સૂચનો ખાસ ધ્યાનમાં રાખવાં જેવાં છે : 

  • ઊલટી થાય કે તુરત જ અરડૂસીનો તાજો રસ ૧-૨ ચમચી દર કલાકે મધ મેળવીને આપ્યા કરવો.

  • પેટ-છાતીમાં દાહ થતો હોય અને ઋતુ ગરમ હોય તો આ રસમાં ખાંડ પણ મેળવી શકાય.

  • બની શકે તેણે બકરીનું દૂધ, આમળાંનો રસ, દાડમનો રસ, શતાવરીની ખીર, કાળી દ્રાક્ષ, ગુલકંદ, આમળાંનો મુરબ્બો વગેરે ખોરાક આપવા.

  • આવા રોગીએ ગરમ ખોરાક ખાવો નહીં, તાપવું નહીં, તડકામાં ફરવું નહીં, વધુ પરિશ્રમ કરવો નહીં.

  • તૈયાર દવાઓમાં ચંદ્રકલા રસ, શોણિતાર્ગલ રસ, વાસા શરબત, શતાવરી, આમલકી રસાયન, વાસા ટીકડી, ગોદંતી ભસ્મ વગેરે આપી શકાય. દવાખાનાં, હોસ્પિટલો અને ઇમર્જન્સી બોકસમાં આવી દવાઓ ખાસ સંઘરી રાખવી જોઈએ.

સૌજન્ય : શોભનકૃત ‘સદ્ય ચિકિત્સા’માંથી સાભાર.

Advertisements

જ્ઞાન–અનુભવયુક્ત આયુર્વેદિક પુસ્તકોનો સૅટ મેળવો ૫૦ % કિંમતે !!

આયુર્વેદનાં જ્ઞાન–અનુભવયુક્ત ૧૦૧ પુસ્તકોનો સૅટ ૫૦%ની કિંમતે મેળવવા સંપર્ક કરો :    
  મુખ્ય કાર્યાલય :   આયુ સેન્ટર, 

303, હરેકૃષ્ણ કૉમ્પ્લેક્સ, પાલડી, અમદાવાદ – 380007 

ફોન : 079 26585303 (૧૧.થી ૪.૦)

ચૅક  AYU TRUST ના નામનો લખવો

 

   
ક્રમ પુસ્તકનું નામ   કિંમત રૂ.
૧. અતૃપ્ત ઝંખના (આયુર્વેદીય નવલકથા)   ૮૦
૨. अतृप्त झंखना (હીન્દી)   ૧૦૦
૩. અનુભવનું અમૃત (ભાગ પહેલો)   ૬૦
૪. અનુભવનું અમૃત (બીજો)   ૬૦
૫. અનુભવનું અમૃત (ત્રીજો)   ૧૦૦
અનુભવનું અમૃત (ચોથો)   ૧૦૦
અનુભવનું અમૃત (પાંચમો)   ૧૦૦
અનુભવનું અમૃત (છઠ્ઠો)   ૧૦૦
અનુભવનું અમૃત (સાતમો)   ૧૦૦
૧૦ આપણાં ઈમર્જન્સી ઔષધો   ૩૫
૧૧ આમળાં   ૫૦
૧૨ આમળાં (સંક્ષિપ્ત)   ૨૫
૧૩ આયુર્વેદ આપણાં સૌનો   ૪૦
૧૪ આયુર્વેદ નિનાદ (આયુર્વેદીય ગીતો)   ૨૫
૧૫ આયુર્વેદ હવે ઘરઘરમાં   ૩૦
૧૬ આયુર્વેદની પુનઃપ્રતિષ્ઠા   ૩૦
૧૭ આયુર્વેદીય રેડિયોવાર્તાલાપ (સાતપ્રશ્નો)   ૧૦
૧૮ આયુર્વેદીય વાર્તાલાપ   ૨૫
૧૯ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧ (લેખો)   ૪૦
૨૦ આરોગ્ય અને ઔષધ ભાગ – ૨ ”   ૪૫
૨૧ આરોગ્ય અને ઔષધ ભાગ – ૩ ”   ૪૦
૨૨ આરોગ્ય અને ઔષધ ભાગ – ૪   ૪૦
૨૩ આરોગ્ય અને ઔષધ ભાગ – ૫   ૪૦
૨૪ આરોગ્ય અને ઔષધ ભાગ – ૬   ૬૦
૨૫ આરોગ્ય અને ઔષધ ભાગ – ૭   ૩૫
૨૬ આરોગ્ય અને ઔષધ ભાગ – ૮   ૩૫
૨૭ આરોગ્ય અને ઔષધ ભાગ – ૯   ૩૫
૨૮ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૦   ૩૫
૨૯ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૧   ૫૦
૩૦ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૨   ૫૦
૩૧ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૩   ૫૦
૩૨ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૪   ૫૫
૩૩ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૫   ૫૦
૩૪ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૬   ૫૫
૩૫ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૭   ૫૫
૩૬ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૮   ૬૦
૩૭ આરોગ્ય અને ઔષધ   ૧૨૫
૩૮ આરોગ્ય આપણા સૌનું – ૨ (વિહાર)   ૩૦
૩૯ આરોગ્ય આપણા સૌનું – (વિહાર–૨)   ૨૫
૪૦ આરોગ્ય પ્રશ્નોત્તરી – ૧ (૧૫૧ પ્રશ્નો)   ૩૦
૪૧ આરોગ્ય પ્રશ્નોત્તરી – ૨ (૧૫૧ પ્રશ્નો)   ૩૦
૪૨ આરોગ્યરક્ષા   ૨૫
૪૩ આરોગ્ય–સૂત્ર (શ્લોકો–સૂત્રો)   ૨૦
૪૪ આહાર વિવેક   ૩૦
૪૫ ઈમર્જન્સી બૉક્સ   ૩૦
૪૬ ઉત્તમ ઇચ્છિત સંતાન (પુંસવન પ્રયોગ)   125
૪૭ ઉપયોગી ચૂર્ણો (૪૦ ચૂર્ણો)   ૩૫
૪૮ ઊઠો ! આયુર્વેદને અપનાવો   ૧૦
૪૯ કફના રોગો   ૩૫
૫૦ કાકડા   ૧૦
૫૧ કાનના રોગો   ૩૦
૫૨ કાનના રોગો (સંક્ષિપ્ત)   ૨૦
૫૩ ક્રિયાત્મક આયુર્વેદ   ૩૦
૫૪ ગાંધીજીની આયુર્વેદ દૃષ્ટિ   ૧૫
૫૫ ગુજરાતનું વનૌષધિ દર્શન   ૧૦૦
૫૬ ઘરગથ્થુ તાત્કાલિક સારવાર   ૩૦
૫૭ ચામડીના રોગો (સર્વ ત્વચા રોગો)   ૧૫
૫૮ જ્વર ચિકિત્સા   ૨૦
૫૯ ઝેર તો પીવાતાં જાણી જાણી ! – ૧   ૧૦
૬૦ ઝેર તો પીવાતાં જાણી જાણી ! – ૩   ૨૫
૬૧ તમારો રોગ – તમારું આરોગ્ય – ૧   ૩૫
૬૨ તમારો રોગ – તમારું આરોગ્ય – ૨   ૩૫
૬૩ તમારો રોગ – તમારું આરોગ્ય – ૩   ૩૫
૬૪ તમારો રોગ – તમારું આરોગ્ય – ૪   ૩૫
૬૫ તમારો રોગ – તમારું આરોગ્ય – ૫   ૩૫
૬૬ તમારો રોગ – તમારું આરોગ્ય – ૬   ૩૫
૬૭ તમારો રોગ – તમારું આરોગ્ય – ૭   ૩૫
૬૮ તમે જ તમારા વૈદ્ય   ૫૦
૬૯ દ્રાક્ષ   ૧૦
૭૦ દિવ્ય ઔષધિ – ૧ (૨૦ વનસ્પતિ)   ૩૫
૭૧ દિવ્ય ઔષધિ – ૨ (ચારસો પ્રયોગ)   ૩૫
૭૨ દિવ્ય ઔષધિ – ૩ (પાંચસો પ્રયોગ)   ૪૦
૭૩ દિવ્યૌષધિ શતક (પ્રદર્શન મૅટર)   ૮૦
૭૪ दिव्यौषधि शतक (હિન્દી)   ૭૦
૭૫ નિત્ય નિરોગી (આહારવિષયક લેખો)   ૨૫
૭૬ નિદ્રા   ૧૦
૭૭ પુનઃ આયુર્વેદ પ્રતિ   ૧૦
૭૮ ફળો – આહારરૂપે – ઔષધરૂપે   ૬૫
૭૯ બાહ્યોપયોગી ઔષધો (તેલ–ઘૃત–મલમ)   ૨૫
૮૦ બાળકોના રોગો   ૭૫/–
૮૧ મૃત્યુને આલિંગન   ૨૫
૮૨ રોગ–પ્રતિકાર   ૩૦
૮૩ રોજિંદા રોગો   ૩૫
 ૮૪ રોજિંદાં આયુર્વેદ   ૧૧૫
૮૫ વનસ્પતિ ઔષધો–૧ (સુપરિચિત વનસ્પતિ)   ૩૦
૮૬ વનસ્પતિ ઔષધો–૨ (સુપરિચિત વનસ્પતિ)   ૩૦
૮૭ વાયુના રોગો   ૩૫
૮૮ વાળના રોગો   ૯૦
૮૯ વાળના રોગો (સંક્ષિપ્ત)   ૪૫
૯૦ વાળની સંભાળ (પોકેટ બુક)   ૨૫
૯૧ શિરઃશૂલ   ૨૫
૯૨ સદા સ્વસ્થ કેમ રહેશો ?   ૧૨૫
૯૩ તમે જ તમારા વૈદ્ય   ૫૦
૯૪ શૂલ   ૧૫
૯૫ સ્વાવલંબી ચિકિત્સા – ૧   ૨૫
૯૬ સ્વાવલંબી ચિકિત્સા – ૨   ૨૫
૯૭ સ્વાવલંબી ચિકિત્સા – ૩   ૨૫
૯૮ સ્વાસ્થ્ય રક્ષા   ૩૦
૯૯ સ્ત્રીઓના રોગો   ૨૦
૧૦૦ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૧   ૧૨૦
૧૦૧ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૨   ૧૨૦
૧૦૨ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૩   ૧૨૦
૧૦૩ સદ્ય ચિકિત્સા (ઈમર્જન્સી સારવાર)   ૩૦
૧૦૪ સર્વોત્તમ ૩૦ ઔષધો   ૩૦
૧૦૫ સર્વોપયોગી ઔષધપેટી (૧૬ ઔષધો)   ૧૦
૧૦૬ સર્વોપયોગી ઔષધો   ૨૫
૧૦૭ સુપરિચિત ચૂર્ણો   ૩૫
૧૦૮ સૌએ સમજવા જેવું (મનનીય લેખો)   ૪૫
૧૦૯ અનુભૂત ચિકિત્સા (વૈદ્ય વત્સલ વસાણી)   ૨૫
૧૧૦ ઓષધિગાન ભાગ – ૧ (નરહરિભાઈ)   ૪૦
૧૧૧ પંચકર્મ         (વૈદ્ય મગનભાઈ ભટ્ટ)    ૩૦
                                 કુલ કિંમત આશરે   ૪૯૬૦/–

પ્રથમ ઈ–બુક : ‘અનુભવનું અમૃત’ ભાગ : ૮

આયુપ્રકાશનનાં ૧૫૦ પુસ્તકોમાંનું

૬૧ રોગોનાં કારણો, લક્ષણો, સંપ્રાપ્તિ અને ઉપચારની સમજ આપતું

સૌ પ્રથમ ઈ–પુસ્તકરૂપે પ્રગટ

 અનુભવનું અમૃત ભાગ : ૮

નીચેની લીંક પર ક્લિક કરો :

ANUBHAVNUN AMRUT 8 BY SHREE SHOBHAN

લેખક : વૈદ્ય શ્રી શોભન વસાણી

 સંપર્ક :

વૈદ્ય શ્રી એમ. એચ. બારોટ : drkumar_barot@yahoo.com

વૈદ્ય શ્રી નીતાબહેન ગોસ્વામી : drnitaben@sify.com

વૈદ્ય શ્રી રાજેશભાઈ ઠક્કર : vdrajeshthakkar@gmail.com

 ફોન દ્વારા સંપર્કો માટે :

આયુટ્રસ્ટ :

079 26585303  / 98255 80953

વૈદ્ય નીતાબહેન :

98250 71774

વૈદ્ય રાજેશભાઈ :

98240 43467

વૈદ્ય વત્સલ વસાણી :

30150015 / 8000007932 / o79 – 27540768

વૈદ્ય એમ. એચ. બારોટ :

98989 26642

========================

સુખી લોકોનો મારક રોગ – મધુમેહ

મધુમેહ-ડાયાબીટીસ મેલીટસઃ-                         રાજવૈદ્ય એચ. એમ. બારોટ.


બૌધ્ધિકો જો આર્થિક રીતે વધુ સુખી હોય, ચરબી વધુ પડતી થઈ જાય અને દિવસે ઊંઘવાની ટેવ હોય તો મધુમેહ જલ્દી થઈ શકે છે. ભારતમાં હ્રદયરોગ અને મધુમેહનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યાનું નિષ્ણાતો માને છે. આના બીજા ઘણા કારણો હશે, પણ મહેનતનું મહત્વ ઘટી જવાથી તૈયાર ખોરાક ખાવાથી અને જીવન વધુ ટેન્શન વાળું બની જતાં આ રોગ વધ્યો હોવાનું મને લાગે છે


સારવારઃ-


મધુમેહની સારવારમાં ત્રણ બાબતનું સંયોજન અનિવાર્ય છે. આ ત્રણનું સંયોજન એટલે દવા, ખોરાક અને કસરત સુશ્રુતના મતે આ રોગમાં જવનો ખોરાક, કૂવા ખોદવા જેવી મહેનત (પેનક્રિયાસ પર અસર કરનાર કસરત અને કુવો લોકોપયોગી કામ છે.) અને શિલાજિત જેવી દવાઓનો ઉપયોગ કરવાનું વિધાન ૧૦૦% વૈજ્ઞાનિક છે. ગોળી ગળો અને સાજા થાવ. તેવી બાબત ત્યાં નથી કે જ્યાં માત્ર ઈન્સ્યુલીન લઈને પેનક્રિયાસને હંમેશા નિષ્કિય કરી નાખવાની વાત પણ નથી જ. બધા દુષ્પરિણામોની વાત કરવાનો અહીં પ્રસંગ નથી છતાં આ રોગના ત્રણેક ઉદાહરણોતો આપ્યા વિના રહી શકતો નથી.


ન્યુરોપથીઃ-


વાત નાડીઓ (નવર્ઝ)ની કામ કરવાની અશક્તિ ન્યુરોપથી કહેવાય છે. તો નાડીઓમાં પાક થવો તે ન્યુરાઈટીસ કહેવાય છે. મધુમેહના રોગીઓને ખાસ કરીને તો પગની કળતર આ ન્યુરાઈટીસના કારણે થાય છે.


શ્રીમતી ગુણવંતી બેન શાહ ઉંમર ૪૫ વર્ષ. આક દિવસ વીઝીટે બોલાવે છે. તેની ફરિયાદ છે, જમણી આંખનું પોપચું ઢળી પડ્યું હોવાથી આંખ ખુલતી નથી. મૂળ કેઈસ એક ડાયાબેટોલોજિસ્ટનો હતો. તેણે ઓપ્થેલોમોજિસ્ટને મોકલ્યો તેણે વળી ન્યુરોફીજીશીયનની સલાહ લીધી. પણ છેલ્લે તો વાજતે ગાજતે ડાયાબેટોલોજિસ્ટ પાસે જ આવ્યું. કારણ બહુ જ સ્પષ્ટ હતું. આ રોગોના કારણ આંખના ઉપલા પોપચામાં આવેલ નાડી કામ કરતી ન હતી અને તેનું કારણ ડાયાબીટીસ જ હતું. ડાયાબીટીસના કારણે ન્યુરોપથી થઈ હોય તે મટે પછી જ આંખ સુધરે એટલે આયુર્વેદ સાંભર્યું.


રોગીને ડાયાબીટીસની દવાઓ તો ચાલુ જ હતી પણ તે કંટ્રોલમાં આવતો ન હતો. પીપીબીએસ બોર્ડર લાઈન સુધી જ હતો. આયુર્વેદની વાત વ્યાધિની સારવારે કર્ણ પૂરણ, નેત્ર તર્પણ (આ ઉપચારે વધુ મદદ કરી). વસંતકુસુમાકરને બંધ કરીને વાત ચિંતામણી શરૂ કરી કે પંદર દિવસમાં રોગી ૧૦૦% સાજો થઈ ગયો. જે ડાયાબેટોલોજિસ્ટ માટે પણ નવાઈની વાત હતી, આશ્ચર્ય હતું


નપુંસકત્વઃ-


મિ. એસ ૪૮ વર્ષની ઉંમર કામદાર રાજ્ય વિમા યોજનાના કર્મચારી કોઈકની સલાહથી આયુર્વેદમાં સારવાર લેવા આવ્યા. થોડા સમય સારવાર લીધા પછી રોગીએ કહ્યું કે તેને ડાયાબીટીસ પછી નપુંસકત્વ શરૂ થયું છે. એટલે વસંતકુસુમાકર શરૂ કરી. તેનાથી તેને ઘણો જ ફાયદો થયો. પણ લાખો ની ખોટી દવાઓ ખરીદ કરનાર એક વિભાગે તેની ફરિયાદ કરી કે આ દવા બહુજ મોંઘી પડે છે. પણ રોગી એ જ્યારે તેના અધિકૃત અધિકારી પાસે તેની પત્નીને લઈ જઈને કથની કહી ત્યારે બધું થાળે પડ્યું અને છેલ્લે રોગી આ દવાથી સાજો થયો.


રેટિનોપથીઃ-


મિ. વાય. પોલ. એવી ફરિયાદ લઈને આવે છે કે તેની જમણી આંખ તો ડાયાબેટિક રેટિનોપથથી ગઈ છે. પણ ડાબી આંખમાં પણ ઝાંખપ આવવાની શરૂ થઈ છે. વધુ વિગત તપાસતાં રોગીએ જણાવ્યું કે ડાયાબીટીસ થયા બાદ લગભગ ત્રણેક વર્ષે જાણવામાં આવ્યું કે ઝાંખપ આવવી શરૂ થઈ છે. ઘણા નિષ્ણાતોને બતાવ્યું. રોગનું નિદાન સર્જને લેસર કિરણની મદદથી રેટિના ઠીક કરવાનું કહી ઓપરેશન કર્યું. પણ તે ૧૦૦% નિષ્ફળ રહ્યું. એટલે જમણી આંખે તો અંધાપો આવ્યો. સાહેબ, ગમે તેમ કરીને મારી ડાબી આંખ બચાવી લો. ડાયાબિટીસની સારવાર સાથે વસંતકુસુમાકર આપવા માંડી. ત્રિફલા સવારમાં ફાંટના રૂપમાં આવવું શરૂ કર્યું. રોગીએ બે મહિને કહ્યું કે મારી ડાબી આંખ બચી ગઈ પણ જમણી આંખમાં કોઈ ચમત્કારીક પરિવર્તન આવ્યું હોય તેમ મને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યું છે.


ડાયાબિટીસમાં ભૂખ્યા રહેવાની વાત તદ્દન ગાંડપણ ભરી છે. કારણકે મેહેષુ સંતર્પણ મેવકાર્યમ્ તેમ પેટ ભરવું જોઈએ. પણ જવ, ચણા જેવા ખોરાકોથી જેમાં કાંતો માત્ર પ્રોટીન હોય છે. સ્ટાર્ચ કે સ્યુગર હોતી નથી, લાંબે ગાળે પચે તેવા જોઈએ. એટલે રોટલી, દાળ, થોડી ભાજી, કારેલાં સૂરણ કે ભાજીઓનો ઉપયોગ ખોરાક તરીકે કરો.


દરરોજ શક્તિ પ્રમાણે મહેનત કરો. આખો દિવસ થોડી-થોડી મહેનત કરતાજ રહો. કમરથી શરીર વાળવું પડે તેવી કસરતો, યોગના આસનો કરો. આમાં પવનમુક્તાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન ખાસ કરો.


ગળો, આમળાં, હળદર, નાગરમોથ, મામેજવો, ત્રિફલા, વિષિન્તિન્દુ એ આ રોગની સારી દવાઓ છે. ચંદ્રપ્રભા -૧, અને શિલાજિત શ્રેષ્ઠ દવાઓ છે. પણ તમારા માટે કઈ યોગ્ય છે તે નિષ્ણાત વૈદ્યને જ જણાવવા દો – કહેવા દો.


પંચેન્દ્રિયો, તેની ઓળખ અને માવજત – ૧

બૌધ્ધિકો માટે આયુર્વેદ                             – રાજવૈદ્ય  શ્રી એમ. એચ. બારોટ


પરિચયઃ ચિંતન કરવું (કોઈ બાબત પર ધ્યાનથી વિચારવું), વિચારવું, તેનાં વિવિધ પાસાંને તપાસવાની માનસિક ક્રિયા, તેના પર તર્ક વિતર્ક કરવો, તેના પરથી નિર્ણય કરવો, નિર્ણયને વળગી રહેવું એ બધાં મન અને બુધ્ધિનાં કર્મો છે. બૌધિકોમાં જોવા મળતાં તર્ક, વિવેચન, જુના સંદર્ભોને ટાંકવા અને નવા સંદર્ભમાં તેનું વિવરણ આપવું, અને યોગ્ય ધારદાર દલીલો કે સમયનો ઈંતજાર કરવો જોવા મળે છે.


આ માટે તેઓનું બૌધ્ધિક સ્તર, વિશાળ વાંચન તેઓની યોગ્ય અભિવ્યક્તિ મહત્વનો ભાગ ભજવે છે, અને આ માટે બૌધ્ધિકનું મગજ બળવાન રહેવું જોઈએ કારણકે મનબુધ્ધિ, ધીરજ, સ્મૃતિ, મેધા એ બધાનું સ્થાન આ મગજમાં જ આવેલ છે.


આ કામોની દૃષ્ટિએ વિચારીએ તો સમાજની બધી વ્યક્તિઓને ઓછાવત્તા અંશે આમાંથી પસાર થવાનું કે મન, બુદ્ધિ, સ્મૃતિ, મેધા, તર્કનો ઉપયોગ કરવાનો હોય છે. છતાં કેટલાક ધંધાઓમાં તેનો વિશેષ ઉપયોગ હોય છે. દા.ત. ન્યાયાધિશોને, વકીલોને. શિક્ષક-પ્રોફેસરોને અને જે તે વિષયના નિષ્ણાંતોમાં આ મનોબુધ્ધિનો વ્યાપાર વધુ જોવા મળે છે. બીજા શબ્દોમાં લોકોને બુધ્ધિ કસવાનો વારંવાર પ્રયોગ કરવો પડે છે. જેને લોકો વ્યવહારમાં મગજનું દહીં કહે છે.


મગજના દહીંવાળા આ ધંધામાં ઉચ્ચકક્ષાના લેખકો અને પત્રકારોનો સમાવેશ જરૂર થાય છે. તો મોટી કંપનીના એક્ઝીક્યુટીવ્ઝ પણ આ જ વર્ગમાં આવે છે. આમ જોઈએ તો બૌધ્ધિકોનો વર્ગ વધતો આવ્યો છે.


કઈ કાળજી લેવીઃ-


મગજનું જો દહીં થઈ જતું હોય તો સ્વાભાવિક રીતે મગજની કાળજી લેવી જોઈએ. આયુર્વેદમાં આ જ કારણસર મગજને ઉત્તમાંગ કહેવાય છે, ઉત્તમાંગ એટલે ઉત્તમ અંગ, શ્રેષ્ડ અંગ.


પણ આમ ક્રમની દ્દષ્ટિએ વિચારીએ તો મગજમાં આવેલ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો સૌ પ્રથમ નજરે ચઢે છે. અને આમાં પણ પંચેન્દ્રિયોનું વિશેષ મહત્ત્વ છે. આ પંચેન્દ્રિયો એટલે શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, દર્શનેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. શ્રવણેન્દ્રિય એ સાંભળવાની શક્તિ ધરાવતી જ્ઞાનેન્દ્રિય, આમાં કાન એ તેને ગ્રહણ કરનાર સાધન છે. જ્યારે મગજમાં રહેલ હીયરીંગ સેન્ટર એ શ્રવણેન્દ્રિય છે. બહારના ગ્રાહક તરીકે કાનનું પણ મહત્ત્વ છે, તો સાંભરળેલા અવાજનું સ્પષ્ટીકરણ કરનાર અંદરના ભાગનું પણ એટલું જ મહત્ત્વ છે.


આવું જ સ્પર્શેન્દ્રિયનું છે. ચામડીમાં રહેલ ઠંડી, ગરમી, દબાણ, પીડાના ગ્રાહક કેન્દ્રો છે. તો તેનું સ્પષ્ટીકરણ કરનાર પરસેપ્શન સેન્ટર મગજમાં છે.


દર્શનેન્દ્રિય સૌથી વધૂ અગત્ય ધરાવનાર જ્ઞાનેન્દ્રિય છે. આયુર્વેદમાં પણ તેને પ્રાધાન્ય અપાયું છે. તેના અભાવે આખી દુનિયા અંધકારમય થઈ જાય છે. તમોમય જાયત એકરૂપમ્


દર્શનેન્દ્રિયમાં આંખ રૂપનું બાહ્ય ગ્રાહક છે. છતાં તે એટલો સૂક્ષ્મ રચનાધારક ડોળો છે, કે તમારે તેની સતત સુરક્ષા કરવી પડે છે. કુદરતે પણ તેનું મહત્વ સમજીને હાડકાના સરસ ગોળામાં તેઓને ગોઠવેલ છે. તેનો અંદરનો ભાગ જે વાસ્તવિક દર્શનેન્દ્રિય છે, તેની ઇન્દ્રિય સુધી એક વિશિષ્ટ માર્ગ જોવા મળે છે.


જીહ્વા-જીભ એ સ્વાદેન્દ્રિયનું બાહ્ય ગ્રાહક છે. આ એક એવું અંગ છે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બે અંગો-બે ઇન્દ્રિયો તરીકે ભાગ ભજવે છે. જીભ સ્વાદ ઉપરાંત બોલવાનું કામ પણ કરે છે.


ઘ્રાણેન્દ્રિયમાં નાક બાહ્ય અધિષ્ઠાન છે. જ્યારે ગંધનું સ્પષ્ટીકરણ મગજમાં આવેલ જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે.


બૌધ્ધિકોની આ બધી જ્ઞાનેન્દ્રિયો સશક્ત અને કાર્યશીલ રહેવી જોઈએ અને છતાં આમાં પણ પ્રાયોરિટી આપવી હોય તો આંખ અને કાનને દર્શનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય ને આપવી જોઈએ. કારણ કે બહારના રૂટીન વ્યવહારમાં બૌધ્ધિકોને આ જ્ઞાનેન્દ્રિય વિના નહીં જ ચાલે.

દ્રવ્યગુણ વિજ્ઞાન

મનના બંધારણમાં વણાયેલા ત્રિગુણ

માનવ શરીરના બંધારણમાં પંચમહાભૂતજન્ય ત્રિદોષ વાણાતાણાની જેમ વણાયેલા છે, તે રીતે મનમાં ત્રિગુણ પણ વણાયેલા છે.

આ ત્રિગુણ વિના મનનું અસ્તિત્વ શક્ય જ નથી. છતાં, જે મનમાં સત્વગુણ અધિકાંશે હોય તે મન સ્વસ્થ રહેવાનું; પણ રજોગુણ કે તમોગુણની અધિક્તા હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, આળસ, અજ્ઞાન, જડતા તથા તજ્જન્ય ગાંડપણ, વાઈ, વળગાડ વગેરે માનસરોગોનું કારણ બનવાનું અને આ માનસિક રોગોના કારણે ત્રિદોષની વિષમતા થવાથી તન પણ રોગાધીન થવાનું.

આ કારણે જ આયુર્વેદે ૠતુચર્યા, દિનચર્યા કે જીવનચર્યામાં સત્વગુણનો વધારો થાય તેવા પ્રયાસ કર્યા છે. અને માનસિક રોગોમાં પણ તેવી માનસિક સારવાર બતાવેલી છે.

દ્રવ્યગુણવિજ્ઞાન

પ્રત્યેક આહાર-ઔષધ દ્રવ્ય ગુણદર્શન કરાવવા આયુર્વેદે રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવના સિદ્ધાંતનો આશરો લઈ, ક્યારે ક્યું અંગ વાપરવું તથા કેટલું અને કોની સાથે વાપરવું તે પણ વિગતે આપેલ છે.
આમ, ગ૬યા ગણાય નહીં તેટલા દ્રવ્યોનું ચોક્કસ સૂક્ષ્મ ગુણવર્ણન પશુ કે પક્ષી જેવાં અવ્ય પ્રાણીને બદલે મનુષ્ય પર પ્રયોગો કરીને તેમજ કોઈ અલૌકિક શક્તિથપ્ કર્યુ હોય તેમ ઊંડું વિચારતાં લાગ્યા વિના રહેતું નથી.

રસઃ

ગળ્યો, ખાટો, ખારો, તીખો, તૂરો ને કડવો એ છ રસોમાં પ્રત્યેક આહાર-ઔષધોનો સમાવેશ થઈ જાય છે. તેને આયુર્વેદે ત્રિદોષમાં વહેંચી દીધા છે. તેમાંના પ્રથમ ત્રણ કફકર અને વાયુહર, બાકીના ત્રણ વાયુકર અને કફહર; જ્યારે ખાટો, ખારો ને તીખો પિત્તકર તથા બાકીના પિત્તહર. આમ, આ રીતે મોટા ભાગનાં દ્રવ્યોની કાર્યશક્તિનો ખ્યાલ સ્વાદેન્દ્રિય દ્વારા આવી જાય છે.

ગુણઃ

સમગ્ર દ્રવ્યોમાં ઉષ્ણ-શીત, રુક્ષ-સ્નિગ્ધ, લઘુ-ગુરુ વગેરે વીશ ગુણોમાં કેટલાક ઓછાવધતા અંશે રહેલા હોય છે. આ ગુણોનો પણ ત્રિદોષ સાથેનો સંબંધ વિચારી આહાર અને ઔષધ રૂપે ઉપયોગ કરી શકાય છે.


વીર્યઃ

વીર્ય એટલે દ્રવ્યમાં રહેલી ગર્ભિત શક્તિ; આ વીર્ય બે પ્રકારના છે – ઉષ્ણવીર્ય અને શીતવીર્ય. જગતમાં તમામ દ્રવ્યો સૂર્યાત્મક ઉષ્ણવીર્ય અને ચંદ્રાત્મક શીતવીર્યમાં ગોઠવી શકાય છે. જેથી પિત્ત (ગરમી)ની અવસ્થામાં શીતવીર્ય (ઠંડા) અને કફ-વાત (ઠંડી)ની અવસ્થામાં ઉષ્ણવીર્ય (ગરમ) આહાર-ઔષધનો ઉપયોગ થઈ શકે.

વિપાકઃ

વિપાક એટલે આહાર-ઔષધનું પાચન થયા પછીનું પરિણામ. વિપાક ત્રણ છે – મધુર-લવણ રસવાળાં દ્રવ્યોનો વિપાક પ્રાયઃ મધુર; અમ્લદ્રવ્યનો પ્રાયઃ અમ્લ અને છેલ્લા ત્રણ રસોનો પ્રાયઃ કટુવિપાક થાય છે. આમાં રસ, ગુણ, વીર્ય, વિપાકમાં મધ, આમળાં, સિંધબ, સૂંઠ, હરડે અને ગળો જેવાં થોડાં સકારણ અપવાદ દ્રવ્યો પણ છે.

પ્રભાવઃ

જેની કાર્ય-શક્તિના કારણનો ઉકેલ બુદ્ધિથી ન આવી શકે તેવા દ્રવ્યોની શક્તિને પ્રભાવ કહે છે. આને રસ, ગુણ, વીર્ય, વિપાક કે ત્રિગુણ એ કોઈ સાથે સંબંધ નથી. આ કાર્યશક્તિ પાછળ કોઈ અજ્ઞાત પરિબળો કામ કરતાં હોય છે, જેમકે મંત્ર, પ્રાણશક્તિ, પ્રેમ તેમજ વનસ્પતિના મૂળ બાંધવાથી પણ ચમત્કારિક રીતે રોગ મટે છે.

રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવ ઉત્તરોત્તર બળવાન છે.

સમ્યગયોગ અને લંઘન.

સમ્યગયોગ

ૠતુઓ: જ્ઞાનેન્દ્રિયોનાં કાર્યો (બોલવું, ખાવું, સાંભળવું, જોવું વગેરે); તથા તન-મનનાં કર્મો (કામ કરવું, આરામ લેવો, વિચારવું, ઊંઘવું વગેરે)ના હીન, મિથ્યા કે અતિયોગને આયુર્વેદે રોગનાં કારણરૂપ ગણાવ્યાં છે.

મોટા ભાગના રોગો જાણ્યે-અજાણ્યે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે આ અસમ્યગયોગના પરિણામે ઉદ્દભવતા હોય છે.

ત્રિદોષવિજ્ઞાનની જેમ આ સિદ્ધાન્ત પણ આરોગ્યસિવાયના ક્ષેત્રે કામયાબ નીવડે તેમ છે.
પ્રજ્ઞાપરાધ

બુદ્ધિ, ધીરજ કે સ્મૃતિને અવગણવાથી જે ભૂલો થાય છે તેને પ્રજ્ઞાપરાધ કહે છે. દા.ત. જમવા બેઠેલી વ્યક્તિ પાસે અપથ્ય ખોરાક આવે છતાં તે બુદ્ધિ દ્વારા આ અપથ્ય છે એવો વિચાર કરતી નથી અને અપથ્ય ખોરાક દ્વારા પૂર્વે પોતાને જે નુકસાન થયું હતું તેને યાદ કર્યા પછી પણ સ્વાદાન્ધતાથી ધીરજ ન રાખી શકવાના કારણે ખાઈને રોગધીન થઈ પસ્તાય છે.
બધા રોગના કારણરૂપ અને ક્ષણેક્ષણે થવાને શક્ય તેવા આ પ્રજ્ઞાપરાધને રોકવા આયુર્વેદે વિસ્તૃત, વ્યવસ્થિત અને ચોક્કસ સ્વસ્થવૃત અને સદૂવૃતની રચના કરેલી છે.

લંઘન: શરીરને ટકાવવાનો મુખ્ય આધાર આહાર છે. આહારને પચાવનાર જઠરાગ્નિ છે. જો પાચનતંત્રમાં વિકૃતિ આવે તો ખોરાક બરાબર પચી ન શકે, અને રસધાતુ કાચી રહી ‘આમ’ નામ ધારણ કરે છે જે મોટા ભાગના રોગોનું કારણ છે.
એટલે જો રોગની અવસ્થામાં વિકૃત થયેલા પાચનતંત્રને સુધારવા પૂરતો આરામ આપવામાં આવે તો આમને પચવાની તક મળે અને રોગનું ખરું કારણ નાશ થવાથી આરોગ્ય પાછું મળે. આ કારણે જ આયુર્વેદે લંઘનને મહત્ત્વ આપ્યું છે.

જો કે લંઘનનો અર્થ લોકો આજે કરે છે તેવો આયુર્વેદમાં નથી. તેણે તો ‘જે કોઈ ક્રિયા શરીરને લઘુ કરે તે લંઘન.’ એવી વિશાળ વ્યાખ્યા કરી દસ પ્રકાર પાડ્યા છે. આ વ્યાખ્યા પ્રમાણે નકોરડા ઉપવાસથી માંડીને લઘુભોજન, વ્યાયામ, શેક, પાચનઔષધો, પંચકર્મ એ બધાં જ લંઘનના પ્રકાર ગણાય.

લંઘન કોને, ક્યાં સુધી, કેવી રીતે, ક્યારે કરાવવાં એ બધા મુદ્દાને આયુર્વેદે વિવેક અને વિગતથી વર્ણવ્યા છે. જેથી લાભ જ થાય, નુકશાન તો ન જ થાય.

રસોઈ પકાવતી વખતે જેમ રસોઈયાએ તાપ, પવન, પાત્ર, રસોઈ એ બધાંનો વિચાર કરી સતત ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી રસોઈ કાચી પણ ન રહે અને બળી પણ ન જાય. આવું જ ધ્યાન લંઘન કરાવનાર ચિકિત્સકે રાખવાનું છે.

આયુર્વેદની મહત્ત્વની સંહિતાઓ

અન્ય સંહિતાઓ

પ્રાપ્ત સંહિતાઓમાં ચરક-સુશ્રુત પૂર્ણ રૂપે અને ભેડ, હારીત અને કાશ્યપ અપૂર્ણ રૂપે મળે છે.

૧૭મી સદીમાં પશ્ચિમી વૈજ્ઞાનિક હાર્વેએ રક્તસંવહનનો જે સિદ્ધાંત શોધ્યો તે જ સિદ્ધાંત ઉપરાંત, ‘મગજ ખોપરી અને તાળવાની વચમાં છે’ તે વાત દુનિયાભરમાં સૌથી પહેલી કહેનાર ઈ.સ.પૂર્વે લખાયેલ ભેડસંહિતા જ છે !

મૂળ હારીત સંહિતા નાશ પામવાના કારણે આજે જે મળી આવે છે તે હારીત સંહિતા લગભગ ચરક સંહિતાને મળતી છે.

કાશ્યપસંહિતામાં બાળઉછેર પર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો છે; ઉપરાંત તેમાં લસણ, ધૂપ અને મંત્ર વિષે વધારે વિગત આપવામાં આવેલ છે.

પ્રધાન સિદ્ધાંતોનાં આધાર–બળો

હજારો વર્ષોથી રચાયેલો આયુર્વેદ આજે પણ એ જ અવસ્થામાં આપણી સામે મોજૂદ છે તે આશ્ચર્યજનક નથી લાગતું ? ગુલામીનો લાંબો ગાળો, એ ગાળાની સત્તાઓએ તેના નાશાર્થે કરેલા અપાર પ્રયત્નો; વિજ્ઞાન અને રાજ્યાશ્રિત પશ્ચિમી ચિકિત્સાની આકરી હરીફાઈ…. આવાં અનેક પરિબળો પછી મૃતપ્રાયઃ આયુર્વેદ ફરી ઉન્નત થવાની તૈયારીમાં છે એનાં જો કોઈ કારણો હોય તો તે તેના સ્થિર, શાશ્વત, સનાતન, વ્યવસ્થિત, સૂત્રાત્મક, વ્યાપક અને પ્રકૃતિવશ સિદ્ધાંતો છે.

સાંખ્ય અને વૈશેષિક દર્શનના સૃષ્ટિની ઉત્પતિ-સ્થિતિ સાથે જોડાયેલા ચોક્કસ સિદ્ધાંતો તથા પોતાના મૌલિક પર આયુર્વેદે પોતાનું સ્થિર ચણતર કર્યુ છે. કર્મવાદ, પુનર્જન્મ, પુરુષ-પ્રકૃતિ, ત્રિદોષ, ત્રિગુણ, પંચમહાભૂત, સમ્યગ યોગ અને ગુણોને પોતાના સિદ્ધાંતમાં વાણાતાણાની જેમ વણી લીધા છે.

આયુર્વેદમાં સર્જરી ?

આયુર્વેદમાં પણ સર્જરી ?!

 

આગળ જોયું તેમ સૃષ્ટિના આદ્યસર્જક મહર્ષિ સુશ્રુતના હાથે લખાયેલ સુશ્રુત સંહિતામાં શસ્ત્રકર્મનું પૂરેપૂરું સૂત્રાત્મક જ્ઞાન આપવામાં આવેલ છે. પણ તેનાં મૂળ તો અથર્વવેદમાં છે, કારણ કે તેમાં પણ અશ્મરી, ગર્ભાશયસ્થગુલ્મ, મૃતગર્ભ, વગેરે શસ્ત્રકર્મોનો ઉલ્લેખ છે.

સુશ્રુતમાં છેદન, લેખન, ભેદન, વિસ્રાવણ, વ્યઘન, આહરણ, એષણ અને સીવન એમ આઠેય પ્રકારના નામ સહિત શસ્ત્રો, નામ સહિત એકસો એક યંત્રો; શસ્ત્રવૈધના આવશ્યક ગુણો, શસ્ત્રોને બનાવવા તથા સાચવવાની વિધિ; શસ્ત્રકર્મ – ઓપરેશન કરતા પહેલાની વિધિ કરતી વખતે રાખવી પડતી ખાસ કાળજી, પછીની સારવાર, શસ્ત્રકર્મોના વિધવિધ પ્રકારો વગેરે વર્ણવવામાં આવેલ છે.

મોતિયો, પથરી, મૂઢગર્ભ, અર્શ, ભગંદર, વિદ્રઘી, અપચી, ગંડમાળા, ઉદરરોગ, જલોદર વગેરેનાં શસ્ત્રકર્મ; કપાયેલાં કાન, નાક વગેરે અંગો નવાં જોડવાં (પ્લાસ્ટિક સર્જરી); શરીરમાં ગયેલાં શલ્યો કાઢવાં, ભાંગેલા હાથ-પગ સાંધવા વગેરે વ્યાપક પ્રમાણમાં સરળતાથી ત્યારે થઈ શક્તું.

એક વાળનાં પણ બે ઊભાં ચીરિયાં કરી શકે તેવા બારીક ધારવાળાં શસ્ત્ર તૈયાર થતાં; શસ્ત્રકાર્ય કરતી વખતે બેભાન કરવા ‘સંમોહિની સૂરા’ પાવામાં આવતી, જ્યારે સ્થાનિક સંજ્ઞાનાશ માટે સંજ્ઞાહર દ્રવ્યો ચોપડીને શસ્ત્રકર્મો કરવામાં આવતાં.

‘ભોજપ્રબંધ’માં મોહચૂર્ણથી રાજાને મોહ પમાડી ખોપરી ઉઘાડવાની અને પાછી બંધ કરી ત્વચા સીવી લીધા પછી સંજીવનીથી રાજાને જિવાડવાની વાત છે ! તેમજ તક્ષશિલામાં તૈયાર થયેલા જીવકવૈદ્યની અદભુત અને ગૌરવપ્રદ શસ્ત્રક્રિયાઓનો ઉલ્લેખ ‘વિનયપિટક’માં છે. શરીરરચનાના અભ્યાસાર્થે તથા શસ્ત્રકર્મના પ્રત્યક્ષ અધ્યયનાર્થે શવચ્છેદનથી અંગ-ઉપાંગનું અવલોકન કરવાનું ત્યારે અનિવાર્ય ગણાતું.

‘પશ્ચિમી ગણતરીએ સર્જરીના પિતા ગણાતા ગ્રીસના મહાન વૈદ્ય હિપોક્રિટ્રસ (ઈ.સ.પૂ.૫૦૦)ના વખતનું શરીરજ્ઞાન ભારતનું ૠણી હોવાના સંભવની ના પાડી શકાય તેમ નથી’ તેમ અંગ્રેજ ઈતિહાસકાર ડૉ. હર્નલ કહે છે. જ્યારે ડૉ. વાઈઝ ‘પ્લાસ્ટિક સર્જરી પણ ભારતની દેણ છે’ એમ કબૂલે છે. ડૉ.મેકડોનલ તથા કીથનું કહેવું કે, ઈ.સ.પૂ. ૫૦૦માં તક્ષશિલા-નાલંદાના વિકાસ સમયે ભારતીય શલ્ય, શાલક્ય ચરમ સીમા પર પહોંચી ચૂક્યું હતું.

જો કે શસ્ત્રકર્મમાં જેટલી સરળતા આજે છે તેટલી ત્યારે ન હોઈ શકે, કારણકે વિજ્ઞાનનો જે વિકાસ થાય છે તેનો સીધેસીધો લાભ આજના સર્જરીવિજ્ઞાનને પણ અનાયાસે મળતો રહે છે. છતાં સરખામણીમાં આપણે એટલું માનવું રહ્યું કે એ જમાનામાં જ્યારે દુનિયા લગભગ અંધકારના આવરણમાં હતી ત્યારે શસ્ત્રકર્મ જેવા વિષયમાં પણ આટલી પ્રગતિ હોવી એ કાંઈ નાનીસૂની વાત નથી. એ જમાનામાં વિકસેલ એ વિજ્ઞાનને આજના જમાના સાથે ન સરખાવતાં એ જ જમાના સાથે સરખાવીએ તો આપણને માન ઊપજ્યા વિના નહીં રહે.

આયુર્વેદ અને સૌંદર્ય

આયુર્વેદનું સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર

– ડૉ. નીતા ગોસ્વામી

નુષ્યમાત્રને પ્રકૃતિએ સુંદરતાનું વરદાન આપ્યું છે. પ્રકૃતિએ ચારે તરફ સૌંદર્ય છૂટ્ટે હાથે વેર્યું છે. સંસારમાં પશુ–પક્ષી, પતંગિયાં, ઝાડપાન, ફૂલો, પાંદડાં, પર્વતમાળાઓ, ઝરણાં–સરોવરો, સમુદ્ર, પાણી, માટી દરેક જગ્યાએ સુંદરતા પથરાયેલી છે પછી તે પતંગિયાનું રૂપ હોય, ભ્રમરનું ગુંજન હોય, ઉડવાની, પાંખો ફફડાવવાની સ્ટાઈલ હોય અથવા તો કોયલનો મીઠો ટહુકો હોય કે મોરનું રૂપ અને નૃત્યનું સૌંદર્ય હોય – દરેક જગ્યાએ સુંદરતા છે.

તો પછી મનુષ્ય તો સૌંદર્ય વિહોણો ક્યાંથી રહી શકે ? મનુષ્યને તો પ્રકૃતિએ અનોખું સૌંદર્ય આપેલું છે. સુંદર ચહેરો–મહોરો, સુંદર વાળ, ત્વચાની સુંદરતા, રંગ તથા કોમળતા, દરેક અંગની કમનીયતા, સુંદર વક્ષસ્થળ, સુંદર ને હસતી–બોલતી ઝરણા જેવી ઉછળતીકૂદતી આંખો, પક્ષીઓની પાંખો જેવા ફરકતા હોઠ, સુંદર હાસ્યની સાથે સુંદર સ્વભાવ, સુંદર મન સુંદર વિચાર, સુંદર દૃષ્ટિ અને સારાં કાર્યો કરવા માટે ઉત્તમ બુદ્ધિ…આ બધું જ કુદરતે માનવીને આપ્યું છે.

તો આવા અનોખા સૌદર્યને સમજવા, સાચવવા, વધારવા માટે અનેક વનસ્પતિઓ પણ કુદરતે આપી છે.આ વનસ્પતિઓને કયા અંગની સુંદરતા વધારવી કે સૌંદર્યબાધક કયા રોગમાં કઈ રીતે વાપરવી તેનું જ્ઞાન આયુર્વેદના ૠષિમુનીઓએ શાસ્ત્રો દ્વારા આપણને હજારો વર્ષથી આપી રાખ્યું છે. આયુર્વેદના આ પ્રાચીન ગ્રંથોમાં સૌંદર્યબાધક રોગો અને તેની ચિકિત્સાનું જ્ઞાન ભરપૂર ભરેલું છે. જગતનું એવું બીજું કોઈ ચિકિત્સાશાસ્ત્ર નથી જેણે સૌંદર્ય માટે આટલું બધું જ્ઞાન આપ્યું હોય. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ, ભાવપ્રકાશ, નિઘંટુ, ચક્રદત્ત જેવા ગ્રંથોમાં સૌંદર્યને હાનિકારક રોગો અને તેની ચિકિત્સા ખૂબ ઉત્તમ રીતે બતાવી છે. આ ચિકિત્સાએ ઉત્તમોત્તમ પરિણામો પણ આપ્યાં છે જે અકલ્પ્ય છે.

આયુર્વેદમાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને વધારવા માટે ઔષધપ્રયોગ ઉપરાંત અન્ય ઘણી બાબતો બતાવી છે, જેમકે, આહારવિહાર, વિચાર, સ્વભાવ, પવિત્ર ભાવના, સદાચારમય જીવન વગેરે. સ્વાસ્થ્ય અને સૌંદર્યવૃદ્ધિ માટે મનની શાંતિ, પ્રફુલ્લિતતા ખૂબ જ જરૂરી છે. તે આપણા વિચાર અને સ્વભાવ પર આધારિત છે. પ્રસન્ન મન હોય તો શરીરનું સ્વાસ્થ્ય, સુંદરતા, ત્વચાની સુંદરતા અકબંધ રહે છે. પ્રસન્ન મનવાળી વ્યક્તિ સદા યુવાન રહે છે. જેને આયુર્વેદમાં વયસ્થાપન ક્રિયા કહે છે. વયસ્થાપન એટલે વય–ઉંમર વધવા છતાં પણ વ્યક્તિ યુવાનની જેમ તરવરાટવાળી, પ્રસન્ન મનવાળી, ચુસ્તિ–સ્ફૂર્તિયુક્ત શરીરવાળી, લાલીયુક્ત રહે તે. વયસ્થાપન વનસ્પતિ તથા ઔષધોનું વિવરણ પણ આયુર્વેદગ્રંથોમાં ખૂબ સુંદર રીતે કરેલું છે.

તે જ રીતે આયુર્વેદશાસ્ત્રે આપણને સ્વસ્થવૃત્ત પણ બતાવેલું છે. કયા પ્રકારનાં ભોજન, ખાન–પાન લેવાં જોઈએ, ભોજનનો સમય, તેની પદ્ધતિ, પથ્યાપથ્ય, સૂવા–ઊઠવાના નિયમો, દિનચર્યા–રાત્રિચર્યા, બોલચાલની રીતભાત વગેરે દરેકેદરેક બાબતો કે જેનું બહુ જ મહત્ત્વ સૌંદર્યમાં છે તેનું ધ્યાન રાખવાની સમજણ એમાં આપી છે.

આમ જોવા જઈએ તો આયુર્વેદનું સૌંદર્યશાસ્ત્ર ખૂબ ગહન છે. વનસ્પતિના ઉપયોગો ઉપરાંત પ્રાણીજ દ્રવ્યોના ઉપયોગ, પુષ્પો દ્વારા સૌંદર્યવૃદ્ધિ, આભૂષણો દ્વારા સૌદર્ય, સૌદર્યવૃદ્ધિમાં ધર્મનું સ્થાન, રીતરિવાજોમાં સૌંદર્યનું સ્થાન, યોગ અને પ્રાણાયમ દ્વારા સૌંદર્યપ્રાપ્તિ ઉપરાંત અંગવિશેષનું સૌંદર્ય જેમકે કેશસૌંદર્ય, ત્વચાસૌંદર્ય, નેત્રસૌંદર્ય, દાંતોનું સૌંદર્ય, હોઠનું સૌંદર્ય, હાથપગ તથા નખનું સૌંદર્ય, નાભિસૌંદર્ય, સ્તનસૌંદર્ય, શરીરસૌષ્ઠવ વગેરે તથા મેદવૃદ્ધિ કે કાર્શ્ય–દૂબળું શરીર હોવું, અને સૌદર્યબાધક અષ્ટૌનિંદિતનું વર્ણન પણ સરક સૂત્રસ્થાન અધ્યાય–૨૧માં બતાવેલું છે. એટલુ જ નહીં, આ બધા જ સૌંદર્યબાધક રોગોની ચિકિત્સા, સૌંદર્યચિકિત્સામાં પંચકર્મનું સ્થાન વગેરેને ખૂબ  જ ગહનતાપૂર્વક આયુર્વેદે સમજાવ્યાં છે.

આચાર્ય ચરકે તો સૌંદર્યબાધક રોગો દૂર કરી સાચી સુંદરતા વધારવા માટે, વૃદ્ધત્વને દૂર રાખી સદા યુવાન રહેવા માટે અધ્યાય–૩, આરગ્વધીય અધ્યાયમાં જીવનીયગણ, બૃંહણીયગણ, લેખનીયગણ તથા વર્ણ્યકર, કંઠ્ય, કૃમિઘ્ન, કંડૂઘ્ન, સ્તનજનન, દાહપ્રમશન, શીતપ્રમશન, વયઃસ્થાપનગણ જેવા અનેક દશેમાનીગણ બતાવેલા છે જે સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે.

આમ આપણે સમજી શકીએ છીએ કે આયુર્વેદના અન્ય ચિકિત્સાશાસ્ત્રની જેમ સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર પણ કેટલુંબધું સમૃદ્ધ છે !

આજે વિશ્વમાં બ્યૂટિનું માર્કેટ ખૂબ બહોળું છે. પરંતુ સિન્થેટિક–કૉસ્મૅટિક પર આપણે આધારિત છીએ. પરિણામે સિન્થેટિક–કૉસ્મૅટિક પ્રોડક્ટ્સ કે ટ્રિટમેન્ટથી સૌંદર્ય વધે છે તેના કરતાં ક્યારેક તો બગડે છે પણ વધુ !! જ્યારે કુદરતી વસ્તુઓ કે આયુર્વેદની હર્બ્સ દ્વારા મેળવેલ બ્યૂટિ નુકસાનરહિત અને ઓછા ખર્ચે ને છતાં કાયમી સૌંદર્ય બક્ષે છે.

માટ હવે સમય આવી ગયો છે કે સિન્થેટિક પાછળની દોટ છોડી દઈને આયુર્વેદ અને કુદરત દ્વારા ભરપૂર સ્વાસ્થ્ય અને સૌંદર્ય મેળવીએ. સૌંદર્યને નુકસાનકર્તા એવો એક પણ રોગ નથી જેની આયુર્વેદ દ્વારા કાયમી ચિકિત્સા ન થઈ શકે. પછી તે ચિકિત્સા ત્વચાની તકલીફોની હોય કે વાળની કે પછી કોઈપણ પ્રકારની સૌંદર્ય વિષયક તકલીફ કેમ ન હોય, દરેકેદરેક રોદની ચિકિત્સા ઉત્તમ રીતે અને કાયમી ધોરણે આયુર્વેદ દ્વારા શક્ય છે.

હવે પછીના લેખોમાં દરેક સૌંદર્યબાધક રોગ વિષે તથા તેની ચિકિત્સા વિષે આપણે ઉંડાણથી જાણીશું.

જય ધન્વન્તરિ !

જય આયુર્વેદ !!