सूत्रात्मक आयुर्वेद

आयुर्बलं यशो वर्चः प्रजा पशु वसूनि च ।

ब्रह्म प्रग्नां मेधां च त्वं नो देहि वनस्पति ॥

– विश्वामित्र कल्प


હે વનસ્પતિ !

તું મને આયુષ્ય, બળ , યશ, તેજ, સંતાન,

પશુ, સંપત્તિ, બ્રહ્મજ્ઞાન (સાત્ત્વિકતા),

બુદ્ધિ અને મેધા દે !

**************

જાણવા જેવું

नक्तं दिनानि मे यान्ति  कथम्मूतस्य सम्प्रति ।

दुःखमा़ऽ न भवत्येवं नित्यं सन्निहितस्मृति ॥

– અષ્ટાંગહૃદય


સ્થળ, કાળ, સત્ત્વ, સાત્મ્ય, અગ્નિ, બળ, કાર્ય, રોગ વગેરેનો તેમજ રાતદિવસની ચર્યાનો સતત વિચાર કરીને આહાર–વિહાર ગોઠવનાર માણસ કદી દુઃખી થતો નથી.

 

 

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वद्भिः स आयुर्वेद उच्यते ॥

– भावप्रकाश

આયુષ્ય માટે હિતકર શું, અહિતકર શું, રોગોનાં કારણ અને ઉપાય શાં, એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તે શાસ્ત્રને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

 

જેને ઘેર તુલસી ને ગાય,

રોગ  તેને  ઘેર  ન   જાય !

 

સાજા રહેવાનો આ સાર –

ગાય અને તુલસી હો દ્વાર.

–––––––––––––––––––––

 

दिनचर्या निशाचर्यामृतुचर्या यथोदितान् ।

आचरन् पुरुषः स्वस्थः सदा तिस्ठति, नान्यथा ॥

भावप्रकाश

દિનચર્યા, નિશાચર્યા તેમજ ૠતુચર્યાને આચરનાર મનુષ્ય હંમેશા સ્વસ્થ રહે છે; તે સિવાય નહીં

––––––––––––––––––––––––––

कुमारी मेदिनी शीता तिक्ता नेत्रया रसायनी ।

मधुरा  बृहणी बल्या वृषयां वातविषप्रणुत् ।।

गुल्मप्लीहयकृत्  वृद्धि  कफज्वरहरी, हरेत् ।

ग्रन्थ्यिग्निदग्धविस्फोटपित्तरक्तत्वगामयान् ।।

– ભાવપ્રકાશ નિઘંટુ

કુંવાર ભેદન ગુણવાળી, ઠંડી, કડવી, નેત્રને હિતકારી અને રસાયન ગુણવાળી છે. તે રસમાં મધુર (અને મધુર વિપાકવાળી), બૃંહણ, બલ્ય અને વૃષ્ય છે. તે વાયુ, વિષ, ગાંઠ, અગ્નિદગ્ધવ્રણ અને વિસ્ફોટને મટાડે છે તેમજ પિત્તના રોગો, રક્તજન્ય રોગો (રક્તપિત્ત) તેમજ ચામડીના રોગોને મટાડે છે.




2 responses to “सूत्रात्मक आयुर्वेद

  1. good website
    keep it up

  2. મદન સિંહ જાડેજા

    સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s