આયુર્વેદની મહત્ત્વની સંહિતાઓ

અન્ય સંહિતાઓ

પ્રાપ્ત સંહિતાઓમાં ચરક-સુશ્રુત પૂર્ણ રૂપે અને ભેડ, હારીત અને કાશ્યપ અપૂર્ણ રૂપે મળે છે.

૧૭મી સદીમાં પશ્ચિમી વૈજ્ઞાનિક હાર્વેએ રક્તસંવહનનો જે સિદ્ધાંત શોધ્યો તે જ સિદ્ધાંત ઉપરાંત, ‘મગજ ખોપરી અને તાળવાની વચમાં છે’ તે વાત દુનિયાભરમાં સૌથી પહેલી કહેનાર ઈ.સ.પૂર્વે લખાયેલ ભેડસંહિતા જ છે !

મૂળ હારીત સંહિતા નાશ પામવાના કારણે આજે જે મળી આવે છે તે હારીત સંહિતા લગભગ ચરક સંહિતાને મળતી છે.

કાશ્યપસંહિતામાં બાળઉછેર પર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો છે; ઉપરાંત તેમાં લસણ, ધૂપ અને મંત્ર વિષે વધારે વિગત આપવામાં આવેલ છે.

પ્રધાન સિદ્ધાંતોનાં આધાર–બળો

હજારો વર્ષોથી રચાયેલો આયુર્વેદ આજે પણ એ જ અવસ્થામાં આપણી સામે મોજૂદ છે તે આશ્ચર્યજનક નથી લાગતું ? ગુલામીનો લાંબો ગાળો, એ ગાળાની સત્તાઓએ તેના નાશાર્થે કરેલા અપાર પ્રયત્નો; વિજ્ઞાન અને રાજ્યાશ્રિત પશ્ચિમી ચિકિત્સાની આકરી હરીફાઈ…. આવાં અનેક પરિબળો પછી મૃતપ્રાયઃ આયુર્વેદ ફરી ઉન્નત થવાની તૈયારીમાં છે એનાં જો કોઈ કારણો હોય તો તે તેના સ્થિર, શાશ્વત, સનાતન, વ્યવસ્થિત, સૂત્રાત્મક, વ્યાપક અને પ્રકૃતિવશ સિદ્ધાંતો છે.

સાંખ્ય અને વૈશેષિક દર્શનના સૃષ્ટિની ઉત્પતિ-સ્થિતિ સાથે જોડાયેલા ચોક્કસ સિદ્ધાંતો તથા પોતાના મૌલિક પર આયુર્વેદે પોતાનું સ્થિર ચણતર કર્યુ છે. કર્મવાદ, પુનર્જન્મ, પુરુષ-પ્રકૃતિ, ત્રિદોષ, ત્રિગુણ, પંચમહાભૂત, સમ્યગ યોગ અને ગુણોને પોતાના સિદ્ધાંતમાં વાણાતાણાની જેમ વણી લીધા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s