Category Archives: Jugalkishor

અનિવાર્ય આયુર્વેદ

સદીઓ વીતી ગઈ

આપણો પોતાનો સૌનો, સરળ, સાવ હાથવગો ને ખાસ તો સિદ્ધ એવો આયુર્વેદ આપણે ભુલાવી દીધો છે.

આયુર્વેદ પાંચમો વેદ પંચમવેદ કહેવાયો હતો, ને છતાં અન્ય વેદોની જેમ એનેય જૂનવાણી આરોગ્ય પદ્ધતિ ગણીને કોરાણે મૂકી દેવાયો હતો. વિજ્ઞાનના નામે અજ્ઞાનરૂપ ગણીને આપણી પરંપરાનું કેટલુંય ભુલાવી દેવાયું તેમાં આપણા આ વેદને પણ લાંબાગાળે અસર કરનારો, પરેજી બહુ પળાવનારો, હવે આ ન ચાલે વગેરે વગેરે મતો દ્વારા સંકેલી લેવામાં આવ્યો…

પરંતુ જે શાસ્ત્રીય છે, સમયની કસોટીએ ચડીને સિદ્ધ થયો છે તેને અવગણી શકાય તેમ નથી. એ આજે ફરી પોતાની તાકાત સ્વીકારાવવા તૈયાર છે. વિશ્વના કેટલાક દેશોએ એને રાષ્ટ્રીય ચિકિત્સા તરીકે સ્વીકાર્યો છે !

અનેક પ્રકારનાં સંશોધનો હવે સાબિત કરી ચૂકયાં છે કે આયુર્વેદીય વનસ્પતિઓમાં કે દ્રવ્યોમાં અદ્ ભૂત તાકાત છે, જે આજના સમયમાં પણ નહીં આજના સમયમાં જ સર્વ વાતે ઉપયોગી ને આશીર્વાદરૂપ છે.

આજે આપણા ગુજરાતના આ સુવર્ણ અવસરે આ નવું નેટસામયિક આયુ–Digest” શરૂ કરીને અમે આપ સૌ સમક્ષ આ દિવ્ય ઔષધિઓને, દિવ્ય ચિકિત્સાપદ્ધતિને, ખરેખર તો દિવ્ય જીવનપદ્ધતિને સૌની સેવામાં મૂકી રહ્યાં છીએ.

આયુર્વેદમાં દિનચર્યા ૠતુચર્યા જીવનચર્યાનો વિચાર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવ્યો હોઈ આપણાં સૌના રોજિંદા જીવનમાં આવો, આપણે સૌ અપનાવીએ !

– જુગલકિશોર

Advertisements