ઊલટીમાં લોહી પડે તો –

લોહીની ઊલટી થાય છે? મૂંઝાશો નહિ !

 

લોહીની ઊલટી અટકાવવા…

અરડૂસી સર્વોત્તમ ઔષધ છે.

ઉનાળાના તાપમાં તાપવાથી; રાઇ, મરચાં, લસણ જેવાં ખૂબ ગરમ ખોરાક ખાવાથી; ક્રોધ કરવાથી; ક્ષય, રક્તપિત્ત કે ઉરઃક્ષત-છાતીમાં ચાંદું પડવાથી લોહીની ઊલટી થાય છે. આ રોગ મોટે ભાગે ગ્રીષ્મ અને શરદના તાપમાં જોવા મળે  છે.

લોહીની ઊલટી થાય ત્યારે દરદી અને એનાં સગાંવહાલાંને ગભરામણનો પાર રહેતો નથી. કેટલીકવાર તો ભલભલા ચિકિત્સકો પણ મૂંઝાઇ જતા હોય છે.

આવી અવસ્થામાં આયુર્વેદે ઘણાં ઔષધો દર્શાવ્યાં છે, પણ તેમાં સૌથી મહત્વનું અને ઝડપી –અસરકારક ઔષધ તો અરડૂસી છે. અરડૂસીને તો શહેર-ગામડામાં સૌ કોઇ ઓળખે છે. ઘરનાં આંગણે, બંગલાનાં કમ્પાઉન્ડમાં, શાળાનાં કમ્પાઉન્ડમાં કે ગામની ભાગોળે, વાડ કે વાડીમાં પુષ્કળ ઉગાડવામાં આવે છે. તેના તાજાં સારાં ૧૫-૨૦ પાનનો રસ કાઢી, સાચું મધ હોય તો ચમચી મેળવી, આપતાં રહેવાથી આશ્ચર્યજનક પરિણામ આવ્યા વિના રહેતું નથી. જ્યાં તાજી અરડૂસીનો રસ ન હોય ત્યાં તેનાં પાનનો પાઉડર, ઉકાળો કે ટીકડી પણ વાપરી શકાય. ફાર્મસીઓમાં તૈયાર મળતું ‘વાસા શરબત’ પણ આમાં ઉપયોગી ખરું જ. લોહીની ઊલટી સાથે ઉરઃક્ષતના કારણે છાતીમાં સખત દુઃખતું હોય તો સાથે આંબલિયા જેટલું સાચી લાખનું ચૂર્ણ આપવાથી વધુ સારું પરિણામ આવે છે. જે લોકો દવાખાનાં, હોસ્પિટલો અને ઔષધપેટી દ્વારા સારવાર આપવા માગતા હોય તેમણે શોણિતર્ગલ રસ, જેઠીમધ, શતાવરી, આમળાં કે છર્દિરિપુ ચૂર્ણ અથવા છર્દિરિપુ(કપૂરકાચલી) ટીકડીમાંથી કોઇ પણ ઔષધ મધમાં કે અરડૂસીના અનુપાનથી આપી શકે.

લોહીની ઊલટીમાં નીચેના સૂચનો ખાસ ધ્યાનમાં રાખવાં જેવાં છે : 

  • ઊલટી થાય કે તુરત જ અરડૂસીનો તાજો રસ ૧-૨ ચમચી દર કલાકે મધ મેળવીને આપ્યા કરવો.

  • પેટ-છાતીમાં દાહ થતો હોય અને ઋતુ ગરમ હોય તો આ રસમાં ખાંડ પણ મેળવી શકાય.

  • બની શકે તેણે બકરીનું દૂધ, આમળાંનો રસ, દાડમનો રસ, શતાવરીની ખીર, કાળી દ્રાક્ષ, ગુલકંદ, આમળાંનો મુરબ્બો વગેરે ખોરાક આપવા.

  • આવા રોગીએ ગરમ ખોરાક ખાવો નહીં, તાપવું નહીં, તડકામાં ફરવું નહીં, વધુ પરિશ્રમ કરવો નહીં.

  • તૈયાર દવાઓમાં ચંદ્રકલા રસ, શોણિતાર્ગલ રસ, વાસા શરબત, શતાવરી, આમલકી રસાયન, વાસા ટીકડી, ગોદંતી ભસ્મ વગેરે આપી શકાય. દવાખાનાં, હોસ્પિટલો અને ઇમર્જન્સી બોકસમાં આવી દવાઓ ખાસ સંઘરી રાખવી જોઈએ.

સૌજન્ય : શોભનકૃત ‘સદ્ય ચિકિત્સા’માંથી સાભાર.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s