લોહી બંધ કરવા માટે –

વાગી જતાં લોહી નીકળે તો તરત જ શું કરવું ? 

તાત્કાલિક સારવાર માગતી કેટલીક અવસ્થામાં ‘રક્તસ્ત્રાવ’નું આગવું સ્થાન કહી શકાય. નાનાં મોટાં કે સ્ત્રી-બાળકો કોઇને જાણતાં-અજાણતાં ક્યારેક કંઇ વાગી જતું હોય છે; બાળકો રમતાં કે દોડતાં પડે. ઝઘડામાં પરસ્પર કંઇ વાગી બેસે. કારખાનામાં કામ કરતા લોકોને વાગવાનું કે અંગ કપાવાનું બને, સ્ત્રીઓને શાક સમારતાં કે વિદ્યાર્થીઓને પેન્સિલની અણી કાઢતાં આંગળી પર વાગી બેસે ત્યારે લોહી થોડા કે વધુ પ્રમાણમાં નીકળવા માંડે છે. આ વહેતા લોહીને અટકાવતા પહેલા મોટે ભાગે તે દરદી કે આસપાસના લોકોમાં ઘણો ગભરાટ ફેલાય છે. ઇમર્જન્સી સારવાર બેગ કે ચિકિત્સકની ગેરહાજરમાં દવા કે ઉપાય પણ તુરત સૂઝતા નથી અને લોહી તો વહેતું જ રહે છે. મોટો ઘા હોય અને બ્લીડિંગ વધારે હોય તો દરદીની સ્થિતિ ઘણી ગંભીર પણ બની જાય છે. આવા અકસ્માતના લોકભોગ્ય ઉપચાર એકેએક માણસે જાણી લેવા જરૂરી છે. એ ઉપચાર જેટલા સરળ, નિર્દોષ અને સ્વાવલંબી હોય તેટલું વધુ સારું. સાત લાખ ગામડાંઓમાં કરોડો ઘરોમાં વહેંચાયેલો આપણો દેશ ઘરગથ્થુ રૂપે પણ સારવાર જાણી લે તે જરૂરી છે. વળી, રક્તસ્ત્રાવ કાંઇ ઘરમાં જ થાય તેવું થોડું છે ? કેટલીકવાર તો કંઇ સગવડ ન હોય તેવા વગડામાં, રસ્તામાં કે વાહનમાં રક્તસ્ત્રાવ થઇ આવે છે.

દરદીને દવાખાને જ પહોંચાડવો પડે તેવો ગંભીર રક્તસ્ત્રાવ ન હોય તેમાં નીચેનાં પ્રયોગો ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉપયોગી થયા વિના રહેશે નહિ.

રક્તસ્ત્રાવ થતો હોય તે સ્થાન પર ઠંડા પાણીની ધાર કરવી. ઉપર નળની ધાર કરવી વધારે અનુકૂળ બનશે. ભીનો પાટો સખત રીતે બાંધવાથી પણ રક્તસ્ત્રાવ બંધ થઇ જશે.

બરફ કે સ્પિરિટ જેવું કોઇ પણ ઠંડું દ્રવ્ય લગાડવાથી રક્તસ્ત્રાવ અટકે છે. ઘરમાં રક્તસ્ત્રાવ થયો હોય તો રસોડામાંથી હળદર લાવી દબાવી દઇ, સખત પાટો બાંધી દેવાથી વહેતું લોહી તરત બંધ થાય છે અને સોજો કે પાક થતો નથી.

હરડે, ફટકડી કે માટી જેવાં કોઇ પણ તૂરા રસવાળાં દ્રવ્ય દબાવી દેવાથી વહેતું લોહી અવશ્ય અટકે છે.

ઘરમાં કે દવાખાનામાં જેઠીમધનું બારીક ચૂર્ણ રાખ્યું હોય તે દબાવી દેવાથી રક્તસ્ત્રાવ અટકે છે એટલું જ નહીં વેદના પણ ઘણી ઘટી જાય છે.

‘લિનિમેન્ટ રેવંચીની’ અને ‘અર્ક લોબાન’ની તૈયારી પ્રવાહી બાટલી ફાર્મસીઓમાં વેચાય છે તેનું પોતું ‘આયોડીન’ કે ‘બેન્ઝોઇન’ની પેઠે લગાડીને પાટો બાંધવાથી તત્ક્ષણ લોહી અટકે છે.

રક્તસ્ત્રાવનો સૌથી સારો ઇલાજ ‘ઘાબાજરીયું’ છે. નદીમાં થતી વનસ્પતિ ઉપર બાજરીની જેમ ડૂંડી આવે છે, તેનું રૂ બાળીને કે બાળ્યા વિના દાબી દેવાથી ગમે તેટલું લોહી નીકળતું હોય તે સત્વરે બંધ થાય છે. પહેલાનાં જમાનામાં મહાભારત જેવા યુદ્ધોમાં રક્તસ્ત્રાવને સઘ બંધ કરવા આ ઇલાજ થતો હતો. આજે પણ ગામડાંના લોકો આનો વ્યાપક ઉપયોગ કરે છે. આ ઉપાયથી રૂઝ પણ જલદી આવી જાય છે. આ ઘાબાજરીયું ઘરમાં પણ સંઘરી શકાય. ગોળમાં ગોળી કરીને ખાવાથી તે વહેતા લોહીને તુરત જ અટકાવે છે !

(શોભન કૃત “સદ્ય ચિકિત્સા”માંથી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s