‘કફ’ની સાથે શત્રુની જેમ વર્તવું !!

कफे शत्रुवत् आचरेत् ।

(કફ સાથેના વ્યવહારમાં શત્રુ સાથે વર્તીએ તેમ વર્તવું)

स्वप्नद्दिवामधुरशीतलमत्स्यमांस-

गुर्वम्लपिच्छिलतिलेक्षुपयोविकारेः ।

स्निग्धातितृप्ति शलेषमा लवणोदकपानभक्ष्यैः

शलेषमा प्रकोपमुपयाति तथा वसन्ते ॥

દિવસની ઊંઘ, મધુર અને ઠંડો ખોરાક, માછલાં જેવા કફકર માંસનો આહાર; ભારે, ખાટા, પિચ્છિલ પદાર્થો; સાની-કચરિયું; તેલ અને ચીકી જેવાં તલમાંથી બનેલી વાનગી; ગોળ, ખાંડ, સાકર જેવાં શેરડીમાંથી બનેલાં અને દહીં, માખણ, ઘી જેવાં દૂધમાંથી બનેલાં દ્રવ્યો; ચીકાશવાળો ખોરાક, તેમ ક વથુ પડતું ભોજન, ખાટા ખોરાક, વધુ પ્રમાણમાં થતું જળપાન, આ બધાના સેવનથી તથા વસંતૠતુમાં કફનો પ્રકોપ થાય છે.

ઉપરોક્ત કારણોથી શરીરમાં નીચે પ્રમાણે લક્ષણો પ્રકટ થયા વિના રહેતાં નથી, જે કફપ્રકોપ થયાનું નિદાન કરવામાં ઉપયોગી છે.

श्वेतत्वशीतत्वगुरुत्वकणडू

स्नेहोपदेस्तिमितत्वलेपाः ।

उत्सेधसंक्रान्तिचीरक्रियाश्च

कफस्य कर्माणि वदन्ति तज्જ્ઞાઃ

ચામડી ધોળી કે ફીક્કી થઈ જવી, શરીરની ગરમી ઘટવી, શરીર ભારે લાગવું, ખંજવાળ આવવી; મોં, આંખ કે ચામડી વગેરેમાં ચીકાશ વધવી, શરીર જાણે ભીના કપડાંથી વીંટ્યું હોય તેવું લાગ્યા કરવું; સોજા, ગૂમડાં જેવાં કેરણે કોઈ કોઈ અંગ ઊપસી આવવાં, થયેલો રોગ લાંબા સમયે મટવો (અથવા તે વ્યક્તિના કાર્યમાં થાથાંપણું-આળસ શરૂ થવી) – આ બધા લક્ષણોને આયુર્વેદજ્ઞો કફવૃદ્ધિનાં ચિહ્નો ગણાવે છે.

આવા લક્ષણવાળાએ કફનો નાશ કરવા શત્રુવત્ આચરણ કેવી રીતે કરવું તેય ભાવમિશ્રે ભાવપ્રકાશમાં બહુ ઝીણવટથી વિસ્તૃત રીતે આ પ્રમાણે કહ્યું છેઃ

रुक्षक्षारकषायतिक्तकटुकव्यायामनिषठीवनं

स्त्रीसेवाध्वनियुद्धजागरजलक्रीडापदाघातनम् ।

धूम्रस्तापशिरोविरेकवमनंस्वेदोपनाहादिकं

पानाहारविहारभेषजमिदं शलेषमाणमुग्रं जयेत् ॥

લૂખા, ક્ષારવાળાં, તૂરાં, કડવાં અને તીખાં આહાર દ્રવ્યો; શ્રમ, થૂંક્યા કરીને કફ કાઢવો; સ્ત્રીસંભોગ, ઊંચા અવાજે બોલવું, કુસ્તી કરવી, જાગવું, તરવું, પગ દાબવા (પગને શ્રમ મળે તેવી કુસ્તી), ધૂમ્રપાન, તાપસેવન, તીક્ષ્ણ નસ્ય, વમન, સ્વેદન, ઉપનાહક્રિયા જેવા દેહને કષ્ટ આપનારા અને કર્ષણ કરનારા આહારવિહાર અતિ પ્રકુપિત કફ પણ નાશ પામે છે.

આપણો રોજબરોજનો આવો જ અનુભવ છે કે કફ વધવાની સાથે જ આપણે જાણ્યે અજાણ્યે દુશ્મનને પીડીએ તેમ શરીરને પીડવાનું શરૂ કરી દઈએ છીએ, કફજન્ય શરદીમાં ઉપવાસ, શેક, નાહ, લેપ, આદું, મરચાં, લસણ, દાળિયા (ચણા), મમરા જેવો ગરમ અને લૂખો ખોરાક; પ્રમેહમાં તથા કૃમિમાં મધુર, ભારે તેમજ ચીકણા આહારનો તદ્દન ત્યાગ; કડવાણીનું સેવન; ચર્મરોગમાં ગૌમૂત્ર કે લીમડાવાળા ગરમ પાણીથી સ્નાન, મધુર, અમ્લ, લવણરસનો તદદન ત્યાગ; મેદમાં અલ્પ-લઘુ-રૂક્ષ-અપ્રિય ભોજન અને વ્યાયામ-શેક વગેરે આહાર-વિહાર ગોઠવીએ છીએ જ ને ? અને આવા કફજન્ય રોગોમાં શત્રુવત્-દુઃખદાયક આચરણને બદલે મિત્રવત્ સુખદાયક આહારવિહાર ગોઠવવામાં આવે તો ત્યારે રોગ મટવાને બદલે રોજે રોજ વધતો જ જાય છે, નવાં નામ ધારણ કરતો જ જાય છે અને ક્યારેક જિંદગીને જોખમમાં પણ મૂકી દે છે.

‘આરોગ્ય-સૂત્ર’માંથી સાભાર

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s