ડાયાબિટીસ અને મામેજવો

– વૈદ્ય ઇલાબેન દેશપાંડે

 


આજના બહુ પ્રસિદ્ધ રોગોમાં ડાયાબિટીસ અગ્રસ્થાને છે. આજનું વિજ્ઞાન પણ આ રોગને નિર્મૂળ કરવામાં હજુ સફળ થયું નથી.


અમદાવાદની સિવિલ હૉસપિટલમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને હોમિયોપેથી દ્વારા ચાલતા ક્લિનિકલ રિસર્ચ યુનિટ (સી.ડી.આર.એચ) દ્વારા મધુપ્રમેહ (ડાયાબિટિસ)માં વપરાતાં આયુર્વેદિક ઔષધો અંગે કેટલીક આયુર્વેદિક અને આધુનિક બાબતોની તુલના કરવી જરૂરી છે.


૧.આધુનિક વિજ્ઞાનમાં પ્રથમ સદીમાં અરીટીયસ કેપેડોસીયને મધુપ્રમેહ વિશે લખ્યું છે. સન. ૧૮૩૫માં પેશાબમાં જનાર ગ્લુકોઝ બાબત વાઉચર ડોટે સંશોધન કર્યુ. સન ૧૮૮૯માં વોનેમેરીંગે પેનક્રિયાસની વિકૃતિ દ્વારા મધુપ્રમેહ થાય છે તેમ જણાવ્યું. સન ૧૯૨૧-૨૨માં ફેડેરિક બેન્ટિગ અને ચાર્લ્સ બેસ્ટે ઇન્સ્યુલિનની શોધ કરી.


આયુર્વેદમાં વેદકાળથી જ પ્રમેહ રોગની અંતર્ગત મધુપ્રમેહનું વર્ણન જોવા મળે છે. આયુર્વેદના ગ્રંથોમાં મધુપ્રમેહનાં કારણો, લક્ષણો, ચિકિત્સાનું જે વર્ણન આપવામાં આવ્યું છે તેને આધુનિક સંશોધનો સાથે સરખાવવામાં આવે તો આજનાં સંશોધનોમાં કોઈ નવી વાત હોવાનું જણાશે નહિ. અલબત્ત પદ્ધતિનો ફરક તો રહેશે.


૨.આયુર્વેદે માનેલા મધુપ્રમેહનાં કારણો (મંદાગ્નિ, કફ-મેદ-સૂત્ર વધારે તથા ખોરાક વગેરે) આધુનિક સંશોધનો દ્વારા સ્વીકૃત બન્યાં છે.


૩.ચિકિત્સાની પદ્ધતિમાં ભિન્ન ઔષધોનો ઉપયોગ થાય છે. છતાં આયુર્વેદનાં જે દ્રવ્યો મધુપ્રમેહ મટાડવામાં સહાયક બને છે તે ક્યાં તત્વો પર આધારિત છે અને કઈ રીતે કાર્ય કરે છે તેનું આધુનિક દ્દષ્ટિએ સંશોધન ઘણી ઉપયોગી બાબતો અંગે પ્રકાશ ફેંકી શકે તેમ છે.


આપણી મુખ્ય વાત મધુપ્રમેહમાં મામેજવાના ઉપયોગ અંગેની છે ચૌદમી સદી પછીના નિઘંટુગ્રંથોમાં મળતા મામેજવાના વર્ણનના આધારે તેની મુખ્ય માહિતી આ મુજબ ગણી શકાય –


મામેજવો ભારતના બધા ભાગોમાં મળે છે. ખાસ કરીને તે સમુદ્ર કિનારાના રેતાળ, પથરાળ પ્રદેશોમાં વધારે જોવા મળે છે. તાવ, ઉધરસ, કૃમિ અને ચામડીના રોગમાં તેનો ઉપયોગ થાય છે. તેનો પ્રયોગ સ્વરસ, ક્વાથ, કલ્ક (ચટણી), ઘનવટી વગેરે સ્વરૂપે થાય છે.

ડાયાબિટિસ માટે તેના ઉપયોગ અંગેના સંશોધનમાં તાજી વનસ્પતિનો (પાણી ભેળવ્યા વિનાનો) સ્વરસ ઉપયોગમાં આવતો હતો.


રોગીની ઉંમર અને લોહીમાં રહેલ સાકરના પ્રમાણના આધારે તેને આપવામાં આવતા સ્વરસનો ડોઝ નક્કી થયો હતો. સામાન્ય રીતે ૧/૨ ઔંસ (લગભગ ૧ તોલો)થી ૫ ઔંસ સુધીનો ડોઝ સવારે ૬ કલાકે, બપોરે ૨ કલાકે અને રાત્રે ૧૦ કલાકે – ત્રણ વખત અપાતો. તે સાથે ડાયાબિટીસની આહાર અંગેની પરેજી પણ પાળવામાં આવતી હતી.


કુલ ૩૦ વ્યાધિગ્રસ્તોમાં જુદી જુદી વયના ૨૦ પુરુષો અને ૧૦ સ્ત્રીઓ હતી.


મામેજવાનો સ્વરસ આપતી વખતે તેના કડવા રસને લીધે કેટલાકને મોળ આવવાની અને ગળામાં બળવાની ફરિયાદ રહેતી. પરંતુ થોડી મિનિટોમાં તે શાંત થઈ જતી. બે ઔંસથી વધારે રસ અપાતો તે વ્યક્તિને થોડી ઝાડાની ફરિયાદ થતી. આ સિવાય કોઈ પણ અન્ય વિકૃતિ જોવા મળી ન હતી.


આ સમગ્ર પ્રયોગનાં કેટલાંક રસપ્રદ પરિણામો નીચે મુજબ છે.


૧.      મધુપ્રમેહ યાપ્ય વ્યાધિ છે અર્થાત જેટલો સમય ઔષધ આપવામાં આવે છે તેટલો સમય આરામ મળે છે. તેની ચિકિત્સા સાથે પરેજી પણ જરૂરી છે.


૨.      મામેજવો – માત્ર એકલો વાપરવાથી રોગ અંગે મળેલાં પરિણામો આ હતાં –


(અ)   ૧૭ દરદીઓમાં ફાસ્ટિંગ અને પોસ્ટ પરેન્ડીઅલ બ્લડ સ્યુગર એકદમ ઘટી ગઈ. અર્થાત્ મામેજવો રક્તગત શર્કરા ઘટાડી શકે છે.


(બ)    મામેજવાની અસર મૂત્રગત શર્કરા પર જોવા મળી નહિ. માત્ર એક દરદીમાં જ મૂત્રગત શર્કરા (Post Prandial urine sugar) ઓછી થઈ હતી.


(ક)    મૂત્રાધિકય (વધારે પડતો પેશાબ), દુર્બળતા અને તૃષાધિક્ય (વધારે તરસ લાગવી) – આ લક્ષણો મામેજવાના ઉપયોગથી ઘણાં ઘટી ગયાં.

(ડ)    સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ડાયાબિટીસનું પ્રમાણ વિશેષ છે. સામાન્ય રીતે ૫૧ થી ૬૦ વર્ષની વયમાં વધુ જોવા મળે છે. તેમજ કૃશ વ્યક્તિ કરતાં સ્થૂળ વ્યક્તિમાં શક્યતા વધુ છે.


Advertisements

2 responses to “ડાયાબિટીસ અને મામેજવો

  1. HOW TO REMOVE DIABETES IN YOUNG AGE ? REPLY PLEASE

  2. I spent 55years in gujarat, MAMEJAVO was not heard during that period.If any other name in GUJARATI, please reply.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s