માંસવર્ધક અશ્વગંધાના સફળ પ્રયોગો

– વૈધ નવીનભાઈ ઓઝા


વિદ્યાર્થી અવસ્થામાં વેકેશન દરમિયાન ઘેર જતાં ત્યારે પરીક્ષાનું વાંચીને, લોજનું ખાઈને તથા ‘હોમ સીક’ થઈને જરા સુકાઈ જતા. બા તો તે અંગે વસવસો કરે જ પણ ગામના ઓળખીતાંઓ પણ ટકોર કરે કે ‘અલ્યા, કેમ સુકાઈ ગયો ?’ વેકેશન દરમિયાન ઘરનું વાતાવરણ, માની રસોઈ અને ચિંતા વગરના જીવનને લઈ ખાસ્સું વજન વધારી, તાજામાજા થઈ પુનશ્ચ હરિ ૐ કરવા ઊપડી જતા.


આયુર્વેદના અભ્યાસ દરમિયાન નક્કી કરેલું કે અભ્યાસ દરમિયાન વજન ઘટવા ન દેવું, પરંતુ કોઈ ઔષધ અમારી મદદ કરતું નહીં. જામનગર સ્નાતકોત્તર અભ્યાસ દરમિયાન એક મિત્રે અશ્વગંધા લેવાનું શરૂ કર્યું અને તેનું વજન લોજના ટિફિન ખાવા છતાં જળવાઈ રહ્યું. પછી તો ઘણાએ એ પ્રયોગ શરૂ કર્યો અને બધાને તેનો લાભ મળ્યો.


અશ્વગંધાનો અમે ક્ષીરપાક કરતા. પાશેર (૧૨૫ મિ.લિ.) દૂધ, પાશેર પાણી, અશ્વગંધાનું ચૂર્ણ તોલો ૧(એક મોટી ચમચી ભરીને) તથા જરૂરી ખાંડ ભેગાં કરી ઉકાળવું. (દૂધ ચોખ્ખું ન મળે અને પાણી ભેળવેલું જ મળતું હોય તો માત્ર દૂધ જ ઉકાળવું) અડધું દૂધ બાકી રહે એટલે પી જવું. જેટલાએ આ પ્રયોગ કર્યો તે બધા તાજામાજા રહ્યા. પછી તો ચિકિત્સક બની દવાખાનામાં બેસી ગયા.


હમણાં આયુર્વેદના એક વિદ્યાર્થી શ્રી પુરુષોત્તમભાઈ ડી.બારોડ મળવા આવ્યા. શરીરે જરા હલકા. ચિકિત્સકનું શરીર પ્રતિભા પાડે એવું હોવું જ જોઈએ. તેમણે કહ્યું, ‘તમારા શરીરની ઇર્ષ્યા આવે છે.’ મેં કહ્યું, ‘વૈધ થવાના છો તો પહેલાં તમારી જ દવા કરી સારા થઈ જાઓ’ અને પછી અશ્વગંધા ક્ષીરપાક સૂચવ્યો. વધુમાં સાથે ચંદ્રોદય લેવાનું કહ્યું. ૧૫ દિવસમાં જ તેમને ૪ રતલ જેટલો લાભ થઈ ગયો. હજુ પ્રયોગ ચાલુ છે.


વૈદ્યો પાસે શરીર સારું કરવા ઘણાં દર્દી આવે છે. તેઓ અશ્વગંધા ક્ષીરપાકનો પ્રયોગ કરાવશે તો અવશ્ય યશ મેળવશે.


એક વાત ધ્યાનમાં રાખવી કે અશ્વગંધાના સેવન દરમિયાન ઊંઘ જરા વધારે આવશે. આ પ્રયોગ દરમિયાન દૂધનું સેવન વધારવું. દૂધ નહીં લેવાથી શરીરમાં રૂક્ષતા આવી જશે. દૂધ-કેળાંનો વિરુદ્ધ આહાર લઈ જાડા થવા માંગનારાઓને આ પ્રયોગ ઘણો ઉપયોગી નીવડશે.

(‘આયુક્રાંતિ’માંથી સાભાર.)

Advertisements

One response to “માંસવર્ધક અશ્વગંધાના સફળ પ્રયોગો

  1. jayesh parmar

    આપના આયુર્વેદ દવા વિશે મને ખુબ જાણવા મળયું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s