રૂડી ને ગુણકારી હળદર !

આ હળદર રુડી, શાણી !


રસોઈમાં માનીતી,એને સૌએ સદા વખાણી !

આ હળદર રૂડી.

ત્વચા રુડી ચમકાવે,પીઠી ચોળે વર ને વહુ,

પવીત્ર એવી કે પ્રસંગમાં એનો મોભો બહુ !

તનડે,મનડે અને રસોડે ઉત્તમ એ કહેવાણી !

આ હળદર રૂડી.


વધે કાકડા બાળકના તો ઓપરેશ ન ના કરજો;

હળદરનો ઉપચાર રાખજો, હૈયે હીંમત ધરજો;

મુઢમાર, વાગ્યા-ભાંગ્યામાં અકસીર લેજો જાણી…

આ હળદર રૂડી.


ડાયાબીટીસથી ના બીશો, એ ખુદ હળદરથી બીશે !

શરદી,શ્વાસ કે રક્તશુદ્ધીમાં અપનાવો એ નીશ્ચે;

મુલ્ય નહીં ઝાઝું એનું પણ અમુલ્ય થઈ પરખાણી !…

આ હળદર રૂડી.


સ્વ. નરહરિભાઈ ભટ્ટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s