આયુર્વેદનો સ્વતંત્ર વિકાસ

વેદોત્તરકાલે આ આવશ્યક અને વિશિષ્ટ આરોગ્ય-વિજ્ઞાનને સ્વતંત્ર સ્વરૂપ આપવાની ફરજ પડી. તેનું વધુ ને વધુ ખેડાઈ રહેલું જ્ઞાન ચોક્કસ વિભાગમાં ગોઠવાયું અને સ્વાસ્થ્ય (હાઈજીન), કાયચિકિત્સા(મેડિસિન), અને શસ્ત્રવિદ્યા(સર્જરી)ને સંપૂર્ણ અને ઊંડાણથી આવરી લેતી ચરકસુશ્રુતાદિ સંહિતાઓ રચાઈ.

સ્વાસ્થ્ય વિજ્ઞાન

આયુર્વેદમાં રોગોની ચિકિત્સા કરવા કરતાં રોગો જ ન થાય તેવું જ્ઞાન આપવાનો વધારે પ્રયાસ કરાયો છે. તેની આદર્શ માન્યતા પ્રમાણે પ્રત્યેક મનુષ્ય તનમનથી પૂર્ણ સ્વસ્થ રહી સરાસરી સો વર્ષ જીવવો જોઇએ. અને તેમ થઈ શકે તે માટે તેણે આહાર, ઊંઘ, બ્રહ્મચર્ય, વ્યાયામ, ૠતુચર્યા અને સદાચાર વગેરે બાબતોની છણાવટ કરી સ્વતંત્ર સ્વરૂપ આપ્યું છે.

આજે વધી રહેલા રોગોનું મુખ્ય કારણ આ આયુર્વેદકથિત સ્વાસ્થ્યના નિયમોનું ઉલ્લંઘન જ છે.

ચિકિત્સા વિજ્ઞાન

ચિકિત્સા તો આયુર્વેદને મન છેલ્લી ક્રિયા છે છતાં તેણે તેમાં જે ખેડાણ કર્યુ છે તે અદ્વિતીય છે.

રોગ કયા વિકૃત દોષ, ધાતુ કે મળથી થયો, તે થવાનાં કારણો ક્યાં ક્યાં, તે થવાની પ્રક્રિયા કઇ રીતે થઈ, રોગના પ્રકાર, સાધ્યાસાધ્યતા એ બધું જણાવનારા વિજ્ઞાનને નિદાન કહે છે.

આયુર્વેદે નિદાન કરવાની મુખ્ય ત્રણ રીત સ્વીકારી છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને આપ્તોપદેશ. દર્શન, સ્પર્શન અને પ્રશ્ન એ ત્રણ રીતને નાડી, મૂત્ર, મળ, જીભ, શબ્દ, સ્પર્શ, નેત્ર અને આકૃતિમાં વહેંચીને અષ્ટવિધ નિદાન યોજ્યું છે.

સહજ, ૠતુજન્ય, આગન્તુક અને સ્વાભાવિક વગેરે રોગના પ્રકાર; સંચય, પ્રકોપ અને પ્રસારાદિ રોગાવસ્થા; ૠતુ, પ્રકૃતિ, બળ, કાળ, દેશ વગેરેનો રોગનિદાન સાથેનો સંબંધ એ બધું જ વિગતે વર્ણવ્યું છે.

સેંકડો રોગો, ઉપાયો, પથ્યાપથ્ય, પંચકર્મ, કર્ષણ-બૃંહણ ક્રિયાઓ; ઔષધમાં કાષ્ટ, ખનિજ, પ્રાણિજ અને રાસાયનિક દ્રવ્યો, સ્વરસ, ક્વાથ, ગુટિકા અને આસવાદિ ઔષધયોજના; સેંકડો ઔષધિઓ અને ઔષધોના ગુણધર્મો, રોજિંદા, વ્યાપક, ક્ષુદ્ર, આકસ્મિક અને માનસ વગેરે રોગપ્રકાર; રસાયણ, વાજીકરણ અને વિષ ચિકિત્સા; ચિકિત્સામાં પણ યુક્તિ-વ્યપાશ્રય, દૈવવ્યપાશ્રય અને સત્વાજય એવા પ્રકારોનું વર્ણન છે. શલ્ય, શાલાક્ય અને હાડવૈદક પણ તેમાં છે.

વળી, ચિકિત્સાના પાયારૂપ ગણાતા વૈધ, ઔષધ, દરદી અને પરિચારકના ગુણો પણ વિગતથી વર્ણવેલ છે.

ટૂંકમાં કહીએ તો, કાયચિકિત્સા, ઊધ્વાઁગચિકિત્સા, બાળઆરોગ્ય, શસ્ત્રવિદ્યા, વાજીકરણ, માનસરોગ, ભૂતબાધા અને વિષતંત્ર એવા આઠ અંગોમાં આયુર્વેદ વ્યવસ્થિત રૂપે વહેંચાયો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s