આ ગુણકારી સૂંઠને અપનાવજો.

સૂંઠ

સ્વ. નરહરિભાઈ ભટ્ટ


એને જાણજો, પ્રમાણજો, વખાણજો રે,

આ ગુણકારી સૂંઠને અપનાવજો.


આમને ઘટાડે ને રુચિને વધારે,

એ પાચનને સહજ તો સુધારે;

રોગોનું મૂળ જે, અગ્નિની મંદતા

દૂર કરે; સૌને સમજાવજો

– આ ગુણકારી.


ખાધી જો જનનીએ સૂંઠ સવાશેર હોય,

એના વીરપુત્રને પડકારે કેમ કોઈ ?!

દુર્બળતા દેહની કરવાને દૂર,

એનું સેવન કરવાને લલચાવજો !

– આ ગુણકારી.


શરદી ને ઝાડાનો કોઈ ના ઉપાય મળે,

સૂંઠે ઉકાળ્યું જળ પીતાં અચૂક ટળે;

ગોળઘીસૂંઠની લાડુડી વાળજો,

સૂંઠિયુંએ સૌને ખવડાવજો !

– આ ગુણકારી.


તાજી જો છાશ મળે, સૂંઠ એમાં મેળવો,

ઝાડા તત્કાલ દૂર કરી સ્વાસ્થ્ય મેળવો;

સંગ્રહણી, સોજા ને જઠરની પીડાથી

છૂટકારો જલદી અપાવજો.

– આ ગુણકારી


સાંધા શરીરમાં દુઃખતા જો હોય ક્યાંય,

સૂંઠનો ઉકાળો દિવેલ ઉમેરી અપાય,

વાયુના રોગોનું ઉત્તમ છે ઔષધ એ

વિશ્વ મહીં વિશ્વાપ્રસરાવજો

– આ ગુણકારી.


મરડો ને ગૅસ, વળી આમવાત, આફરો,

વાયુ કે આમનો રોગ હોય આકરો;

કફના રોગોના આ રામબાણ ઔષધને

ઘરઘરમાં સ્થાન તો અપાવજો !

આ ગુણકારી.


શોઢલજી વૈદ્ય કહે, ચક્રગંધ પ્રસ્થાપે,

વૈદ્યૠષિકવિગણ યશ આપે;

કોઈ મહાઔષધ’, ‘વિશ્વા’, ‘વિશ્વભૈષજક્હે,

મનમાં એ નામો મમળાવજો !


આ ગુણકારી સૂંઠને અપનાવજો !

––––––––––––––––––––––––––––––––––––––––––

ઔષધિગાન ભાગમાંથી સાભા

Advertisements

2 responses to “આ ગુણકારી સૂંઠને અપનાવજો.

  1. ખૂબ ઉપયોગી માહિતી..આભાર…જુગલકાકા

  2. લોકહૃદયે રમે એવા મનોહર લયમાં મઢયું ‘વિશ્વા’ સરાહનાનું આ ગીત વિશ્વગુર્જરીમાં રમતું કરવા બદલ આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s