એ ઇચ્છાનો હવાલો હવે ભવિષ્યને સોંપીએ

‘ઊઠો, આયુર્વેદને અપનાવો’ની પ્રસ્તાવના.                                           – વૈદ્ય શોભન

દિન-પ્રતિદિન આયુર્વેદ હવે વધુ ને વધુ લોકપ્રિય થતો જાય છે. સાજા રહેવા માટેના સંપૂર્ણ જ્ઞાન માટે; ઘરગથ્થુ સારવાર માટે; ઘરનાં, આંગણાનાં, વગડાનાં અને વન-ઉપવનનાં ઔષધો માટે જૂના-હઠીલા રોગોને રિ-એક્શન વિનાની સારવારથી જીતવા માટે તેમ જ નિરાપદ ઔષધો દ્બારા તાત્કાલિક સારવાર લેવા માટે; દવાખાનાં, હૉસ્પિટલો કે તૈયાર દવા દ્વારા આયુર્વેદની વ્યવસ્થિત સારવાર લેવા માટે અને જ્યાં અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં રોગ અસાધ્ય ગણવામાં આવ્યો હોય, ઓપરેશન કરાવવું અનિવાર્ય કહેવાયું હોય ત્યાં સાચી સલાહ લેવા પણ આયુર્વેદ પ્રતિ હમણાં હમણાં જબરું વલણ વધ્યું છે. નિર્દોષ, સરળ, લોકપ્રિય અને રાષ્ટ્રિય હોવાથી ફિલ્મોનાં રીલ, રેડિયો-ટી.વી.ની જાહેરાતો, વર્તમાનપત્રોની જાહેરાતો વગેરેમાં આયુર્વેદ ખૂબ જ લોકપ્રિય થતો જાય છે તે હકીકત છે. વર્તમાનપત્રોમાં લખાતા કે સામયિકોમાં પ્રગટ થતા આયુર્વેદના લેખો વધુમાં વધુ વંચાય છે. આયુર્વેદનાં પુસ્તકો પણ ઘેર ઘેર અને પુસ્તકાલયોમાં પુષ્કળ વંચાતાં થયાં છે.

છતાં, વૈદ્યો સિવાયના બાકીના લોકોને આયુર્વેદના થોડા નિયમો, થોડાં ઔષધો વગેરે સિવાય ખુદ આયુર્વેદ વિષે ઘણું ઓછુ જ્ઞાન હોય છે ! આયુર્વેદ એટલે શું ? આયુર્વેદની ઉત્પતિ, તેના સિદ્ધાંતો, તેનું દેશ-દુનિયામાં પ્રદાન અને સ્થાન, વચ્ચેના સમયમાં તેનું પતન, દુનિયામાં અને દેશમાં આજે એની આવશ્યક્તાઓ… એ બધાનો ઐતિહાસિક રૂપે પરિચયાત્મક ખ્યાલ લોકો સુધી પહોંચે તો મૂળ અર્થમાં આયુર્વેદને સમજી શકે, તેના પ્રશ્નોનો ઉકેલ આણી શકે, તેના પ્રત્યે આત્મીયતા કેળવી શકે, એ હેતુથી એક નાનકડી પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આવી નાની પુસ્તિકામાં આવડા મોટા વિષયને ન્યાય આપી ન જ શકાય. (‘आयुर्वेदका बृहद इतिहास‘ લગભગ બારસો પાનાંમાં પ્રગટ થયેલ છે !) છતાં વાચકના મનમાં જિજ્ઞાસા જગાડવા માટે એનું મહત્વ ઓછું ગણી ન શકાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s