દિવ્ય ઔષધિઓનાં ગાન – ગોખરુ

ગોખરુ – સ્વ. નરહરિભાઈ ભટ્ટ


ઊગતા પ્રભાતમાં ચાલિયા રે લોલ,

આવ્યા ખેતરની મોજાર, મારા વાલા !

મસ્તી પ્રભાતની માણવા રે લોલ.


પગમાં પેર્યાં નથી પાવલા રે લોલ,

નથી પ્હેરી સ્લીપર કે સપાટ, મારા વાલા !

ઘૂમવા માંડ્યુંતું અમે ખંતથી રે લોલ.

ચાલતાં પગે કંટક વાગતા રે લોલ,

કેમ કરી શેઢે પ્હોંચાય મારા વાલા !

ચરણોમાં ભારે મને સાલતું રે લોલ.


ક્રોધે કરીને વેલો ખેંચિયો રે લોલ,

સુંદર ફૂલો શાં વરતાય ! મારા વાલા !

આણે શું ખેતર બગાડિયુ રે લોલ ?!


શાને નકામાં તમે ઊગિયાં રે લોલ,

શાને વીંધો અમારા પાય ? મારા વાલા !

હવે નહીં ચાલું આ ખેતરે રે લોલ.


હળવે રહી ગોક્ષુર તો બોલિયા રે લોલ,

બોલ્યા ધીરેથી મીઠા બોલ, મારા વાલા !

અજાણ્યા છો અમારા ગુણ થકી રે લોલ !

વાત, પિત્ત, કફ ત્રણેય દોષનો રે લોલ,

નિશ્ચય હું કરતો સંહાર, મારા વાલા !

જાણી તો લ્યો અમારા નામને રે લોલ.


ગાયોની ખરીઓમાં પેસતાં રે લોલ,

ગોખરું પડ્યું છે તેથી નામ મારા વાલા !

આવો ગોક્ષુર રસ માણવા રે લોલ.


ચતુષ્કંટક વળી ત્રિકંટક રે લોલ,

સ્વાદુકંટક પણ કહેવાય, મારા વાલા !

જાણે ઈક્ષુરસ માણતા રે લોલ.


હૃદયરોગ, શૂળ અને ઊનવા રે લોલ,

પથરી, પ્રમેહ, કૃમિ, દાહ, મારા વાલા !

સૌને ભગાડું નિજ પ્રભાવથી રે લોલ.


ટાલ, કબજિયાત વળી કૃશતા રે લોલ,

આંચકી, પાંડુ ને પડે શોષ મારા વાલા !

સેવો લઈ મને મધુ સાથમાં રે લોલ.


રોગો પરમાણે અનુપાનમાં રે લોલ,

પય, ઘૃત કે સાકર લેવાય મારા વાલા !

રસાયન થઈ રહું હું સાથમાં રે લોલ.


ધન્ય ધન્ય શીતળ ઓ ગોખરુ રે લોલ,

ટાળ્યું તેં મારું અજ્ઞાન, મારા વાલા !

તિમિર ચિરાયુ તારે કંટકે રે લોલ !!

––––––––––––––––––––––

સ્વ. નરહરિભાઈ ભટ્ટ કૃત ‘ઔષધિગાન ભાગ – ૨’માંથી સાભાર

Advertisements

4 responses to “દિવ્ય ઔષધિઓનાં ગાન – ગોખરુ

 1. gokhru ni kavita to bhai khub upkarak chhe ketla badha dardo mate upyogi ?vaah ,biji aavi kavitao kyare?
  ––––––––––––––––––––––––––––––––––
  વહેલી તકે બીજાં કાવ્યો પણ મૂકવામાં આવશે. ખુબ આભાર.

 2. બહુ જ ઉપયોગી વાત અને એ વાત રજૂ કરવાની રીત પણ મજાની.
  –––––––––––––––––––––––––––––––––––––––––––––––
  ખુબ આભાર, યશવંતભાઈ !

 3. i love Gokhru.
  ––––––––––––––––––––
  ખુબ આભાર, અન્ય લખાણો માટે પણ જણાવશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s