આયુર્વેદ જ રાષ્ટ્ર–ચિકિત્સા હોઈ શકે

કારણ કે…

૧)  તે ભારતીય સંસ્કૃતિનુ એક અગત્યનું અંગ છે. ૠષિમુનીઓનો અમર વારસો છે. તેઓના ભગીરથ પુરુષાર્થનુ પુનિત પ્રતીક છે.

૨)  તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલું છે. હજારો વર્ષો પસાર થયાં છતાં તેમાંનું કશું ખોટું ઠરી શક્યું નથી, પણ દિનપ્રતિદિન વધુ ને વધુ સત્યની કસોટીમાં ઉત્તીર્ણ થતું જાય છે.

૩)  તે ભારતનાં ગામડે–ગામડે, શહેરે–શહેરે, ઘર–ઘરમાં અને પ્રત્યેક માણસની રગેરગમાં તેમજ લોહીનાં બિન્દુએ બિન્દુમાં વસી ગયેલું છે.

૪)  ગુલામીનાં સેંકડો વર્ષો પસાર થયાં છતાં પણ આજે ભારતની ૮૨ ટકા જનતા તેનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી ભોગવે છે, મેળવે છે.

૫)  તેમાં આપેલા ઉપાયો, નિયમો અને ચિકિત્સાપદ્ધતિ પ્રત્યેક માણસને બંધ બેસે તેવી છે. અને યુગોથી સ્વભાવમાં ઊતરી ગયેલી છે.

૬)  તેનાં ઔષધો ઘેરઘેર મળી શકે તેવાં સસ્તાં, પ્રાપ્ય અને નિર્દોષ છે.

૭)  તે માત્ર ચિકિત્સાનું શાસ્ત્ર નથી પણ જીવનનાં બધાં પાસાંને સ્પર્શનાર એક અજોડ વિજ્ઞાન છે.

૮)  તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલાં છે અને તિબેટ, સિલોન, ગ્રીસ, બ્રહ્મદેશ, અગ્નિ એશિયાના દેશો, ઈરાન, અરબસ્તાન વગેરે દેશો સુધી ફેલાયેલાં છે.

૯)  તે એક રોગને કાઢતાં તેને સંબંધ ધરાવનારા અનેક રોગોને વહેલી તકે જડમૂળથી કાઢી નાખે છે. જૂના ને દરેક જાતના રોગોને પહોંચી વળવાની તેનામાં તાકાત છે. નવા રોગોનો પણ તેમાં સમાવેશ છે અને શોધન અને પથ્ય દ્વારા રોગોને બહાર ફેંકી દેવાની તેનામાં અજોડ શક્તિ છે.

૧૦)  તે સ્વસ્થવૃત્ત દ્વારા શરીર અને મનમાં રોગના અંશને થવા દેતો નથી અને રોગનાં પૂર્વરૂપમાં જ તેને પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.

૧૧)  તે સ્વાવલંબન, સ્વદેશી, અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલો છે.

૧૨)  તે આર્થિક, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે ભારત દેશને સૌથી વધુ નજીક છે, ઊચિત છે, ઇચ્છનીય છે અને લાભદાયક છે.

૧૩)  તે ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયમાં અને વધુમાં વધુ વિસ્તારમાં ભારતની સ્વાસ્થ્યસમસ્યાને પહોંચી વળે તેમ છે – ઉકેલી શકે તેમ છે.

૧૪)  ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે સર્વ તેમાં રહેલી છે.

––––––––––––––––––––

(શોભન કૃત ‘આયુર્વેદની પુનઃપ્રતિષ્ઠા‘માંથી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s