એમ. ડી. આર. ટી.બી.


– એક માથાના દુખાવારૂપ  રોગ અને આયુર્વેદની સજજતા.

– રાજવૈદ્ય એમ. એચ. બારોટ

પરિચય

ટી.બી પર કાબુ આવી ગયો છે તેવું કહેનાર વિશ્વ આરોગ્ય સંસ્થા અને પશ્ચિમના દેશો આજે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આ વિકટ પરિસ્થિતિ એટલે ટી.બી. મટવાને બદલે એવા સ્વરૂપે જોવા મળી રહ્યો છે કે નિષ્ણાતો પોતે ભયભીત થઈ ગયા છે. ભલે તેઓ કંઈ બોલતા ન હોય પણ તેઓને ગળા સુધી ખાત્રી થઈ ગઈ છે કે આમ જ ચાલ્યું તો ચેપનું સામ્રાજ્ય ફરી ઊભું થઈ રહ્યું છે, અને એન્ટિબાયોટિક્સ નિષ્ફળ જઈ રહ્યાં છે, તેવું સ્વીકારવું જ પડે. થૂંકેલું પાછું ગળવું પડે. શું કરવું ? મૂંજવણનો કોઈ પાર નથી.

ટી.બી.ની સારવારથી ન મટતા કેઈસીસ પશ્ચિમના દેશોમાં આજે ઊભરી રહ્યા છે. આવો ટી.બી. ત્રણ સ્વરૂપે જોવા મળે છે. અને આ ત્રણેય રૂપો આજે પશ્ચિમના દેશોમાં જોવા મળ્યા છે. આમાં એમ.ડી.આર. મુખ્ય સ્વરૂપે જોવા મળ્યો છે. એમ.ડી.આર. એટલે મલ્ટિપલ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ મુખ્ય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે અત્યારે આવા બળવાન રોગોમાં રોગને મહાત કરવા મલ્ટિપલડ્રગ્ઝનો વાયરો છે અને શરૂઆતમાં આ થેરાપી ચમત્કાર બતાવે છે, પણ પાછળથી આમાં આ દવાઓ ગોબાજાળી ઊભી કરે છે.

આ દવાઓની નિષ્ફળતા દર્શાવતો બળવાન પ્રકાર છે, એક્સ.આર.ડી. – એટલે કે એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ. અને તેનો આ પ્રકાર સૌથી ખરાબ છે. તેથી તેનું નામ છે, એક્સ.એક્સ.આર.ડી. ટ્યુબરક્યુલોસીસ. આનો અર્થ છે, હાઈ એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ.

આજે વિશ્વમાં એમ.ડી.આર.ટી.બી.ના જ ત્રણ લાખ જેટલા રોગીઓ છે. જેમાં ચીનમાં સવા લાખ અને ભારતમાં એક લાખ જેટલા છે.

જૂના જમાનામાં ટી.બી. ક્ષયરોગ તરીકે ઓળખાતો. લોકો ‘ખય’ કહેતા. ટી.બી.નાં જૂનાં નામો થાયસિસ અને કંઝપ્શન. આ ક્ષયનાં જ ભાષાંતરો છે. ફેફસાંમાં ચેપ પછી ગાંઠો (ટ્યુબરકલ)થતી હોઈ એને ટ્યુબરક્યુલોસીસ નામ અપાયું. આયુર્વેદમાં ક્ષયનું શ્રેષ્ઠ વર્ણન અને શ્રેષ્ઠ સારવાર છે. ચન્દ્રને તેના સસરા દક્ષ પ્રજાપતિનો શાપ – ક્ષય માટે. ચન્દ્રને ક્ષય થવો. સોમનાથની ઉપાસના – બ્રહ્મચર્યથી ક્ષય મટવો જેવી પ્રાગૈતિહાસિક બાબતો સ્પષ્ટ બતાવે છે કે ક્ષય જુગજૂનો રોગ છે. દક્ષનો શાપ એટલે બાયોલૉજિકલ વેપન તરીકે ક્ષયનાં જીવાણુંઓનું ચન્દ્ર પર આક્રમણ જેવી બાબતો આમાં સમાયેલી જોવા મળે છે. શ્રેષ્ઠ આહાર (માંસાહાર એનસ્પિપ્રોટિન), શ્રેષ્ઠ પેય – પીણાં – મધ અને અરિષ્ટો સાથે અરડૂસીના જુદાજુદા પ્રયોગોથી ક્ષય અવશ્ય મટે છે, તેવું આયુર્વેદ માને છે. હજારો ઔષધો ક્ષય વિરોધી તરીકે બતાવાયાં છે.

ક્ષયના નવા ત્રણ પ્રકારોથી ભયભીત પશ્ચીમના દેશો.

હમણાં અમેરિકામાં અને જર્મનીમાં એમ.ડી.આર.ના રોગો જોતાં પશ્ચિમના દેશોની પગ નીચેની ધરતી સરકી ગઈ છે. એક તો બચત વિનાના વેપારોથી મહામંદીનો સામનો કરી રહેલ આ દેશોને એમ લાગવા માંડ્યું છે કે આર્થિક નિષ્ફળતા જેવી જ આરોગ્યની નિષ્ફળતા – ‘અમને ક્યાંયનાં નહીં રહેવા દે’ જેવી ભીતિ ઊભી થઈ છે.યાદ રાખો, પશ્ચિમના દેશોની ખાસ કરીને અમેરિકાની મંદીમાં સારવાર (હેલ્થ)નું મોટું બજેટ (૧૭થી ૨૦ %) પણ એક બળવાન કારણ ગણાય છે. તેમાં સારવારના માપદંડો જ લકવાગ્રસ્ત થવા માંડે તો પછી શું સમજવું ? આનાં પછી તો ઘણાં સર્વેક્ષણો થયાં જેમાં એચ.આઈ.વી./એઈડ્સનાં હાલનાં એ.આર.ટી. જેવાં ઔષધો પણ નિષ્ફળ જઈ રહ્યાંના રિપોર્ટ્સ છે. આ દવાઓ, એટલે કે એન્ટિરિટ્રોવાયરસ અને હાઈએન્ટિરિટ્રોવાયરસ દવાઓથી એચઆઈવી રૅઝિસ્ટ થઈ ગયાં છે. માત્ર ખુદા બચાવે !!

એમ.આર.ડી.નો એક કેઈસ રિપોર્ટ

શ્રીમતી શાહ, ગૌરવાન, નીચી કાઠી, સૂકલકડી શરીર સાથે મોઢા ઉપર માસ્ક બાંધીને તેના પતિ અને પુત્રી સાથે આવે છે. તેઓ પરિચિત છે. બહેનની ફરિયાદો – ડાબો ભાગ લકવાગ્રસ્ત અને વચ્ચેવચ્ચે તાવ, ખાંસી વિશેષ. ૬૩ વર્ષે શરીર સુકાયેલ હોય, ખાંસી હોય, વચ્ચે તાવ આવતો હોય તો અમે આયુર્વેદવાળા “જરાજન્યશોષ” (વૃદ્ધત્વને કારણે થતો ક્ષય) જ ગણીએ.

રોગવૃત્ત – અત્યંત રસપ્રદ. રોગીનું શરીર બરાબર હતું. વજન ૫૬ કિલો હતું. ગમે તે કારણે ૧૯૯૮માં લકવો થયો.આખું ડાબું અંગ પકડાઈ ગયું. એટલે શંકા પડી સીરગ્ર… પર. આ ઘટાડવા એન્ટિકોએગ્યુલેટરી દવાઓ અને ફીઝિયોથેરાપીનો મારો ચલાવ્યો, જેથી ફરી એટૅક આવે જ નહીં ! હા, લકવા એવો ને એવો જ રહ્યો !! પણ નવાઈ વચ્ચે તેને ખાંસી આવી, જેમાં કફ સાથે લોહી પડ્યું !! જે કુટુંબમાં મોટાભાગનાં સભ્યો મેડિકોઝ હોય તેઓ સમજી ન શક્યાં કે આ લોહી કેમ પડ્યું ?! અને તે ન જાણી શકાયું તો ધૂળ પડી આ ધંધામાં ! સ્પૂટમ પરીક્ષા (AFB) કરતાં ટી.બી.નાં જીવાણુંઓ જોવા મળ્યા. એટલે ફરી થઈ AKTની સારવાર.નિષ્ણાતોએ બાર માસનો કોર્સ કરવાનું નક્કી કર્યું. પણ થોડા દિવસની સારવારથી “ઓપ્ટિક ન્યુરાઈટિસ” થતાં ઈથામ્બુટોલ બંધ કર્યું. દવાઓ ચાલુ રહી. ફાયદો થયો. એટલે દવાઓ બંધ કરી. તો થોડા સમય પછી ફરી તાવ આવવો અને ખાંસી શરૂ થતાં ગભરાટ થયો. તપાસમાં ફરી ટી.બી. જોવા મળ્યો. ફરી છ માસનો કોર્સ શરૂ. પણ રોગીની ફરિયાદમાં ફરક ન પડતાં ફરી તપાસનું ચક્ર શરૂ થયું. નિષ્ણાતોએ નિર્ણય કર્યો કે આ રોગ હવે એમ.ડી.આર થઈ ગયો છે. AKT કશું કરી શકે તેમ નથી. વાત શ્રી શાહને જણાવવામાં આવી.તેઓનો પિત્તો ગયો.કારણ કે નિષ્ણાતોએ રૂ. ૬૫ હજારનો મેડિક્લેઈમ વાપરી નાખ્યો હતો !! તેણે પોતાના મેડિકોને અને તેના મિત્રોને ખખડાવ્યા. પણ અર્થહીન !! ઉલટાનું કહેવામાં આવ્યું કે ભલે ૫ % પરિણામ હોય, દવાઓ ચાલુ રાખો. “અને ન રાખું તો ?” શ્રી શાહ તાડૂક્યા. “ ૨૦ દિવસમાં ફેફસાં ટી.બી.ના જીવાણુઓથી ભરાઈ જશે. અને પછી રોગીને બચાવી નહીં શકાય…”

આજે આ બધું છોડીને આવેલાં શ્રીમતિ શાહ છેલ્લાં ૩ વર્ષથી શાંતિથી જીવે છે. કોઈ AKT વિના. ટી.બી. ન જ મટે તે ભ્રામક માન્યતામાંથી આ કુટુંબ જેમ નીકળી ગયું તેમ બધાંએ નીકળી જવાની જરૂર છે.  જો આયુર્વેદની દવાથી એમ.ડી.આર. ટી.બી. મટાડી શકાય તો સાદો ટી.બી. તો રમતાં રમતાં મટે જ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s